બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મુંબઈ , ગુરુવાર, 29 જૂન 2017 (10:12 IST)

Breaking News - બજારમાં આવશે 200 રૂપિયાની નોટ !!

રિઝર્વ બેંક હવે 500 અને 2000 રૂપિયાના નવા નોટ પછી ટૂંક સમયમાંજ 200 રૂપિયાની નોટ લઈને આવવાની છે અને આ માટે તેમણે નોટનું છાપકામ પણ શરૂ કરી ચુકી છે. 
 
એક અંગ્રેજી છાપાના સમાચાર મુજબ રિઝર્વ બેંકે પોતાના કેટલાક યૂનિટ્સમાં નવા નોટનુ છાપકામ શરૂ કરી દીધુ છે. એવુ કહેવાય રહ્યુ છેકે રોજબરોજની લેવડ-દેવડને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી આ નોટ બજારમાં લાવવામાં આવશે.  હાલ બજારમાં 200ની નવી નોટનું ચિત્ર વાયરલ થઈ રહ્યુ છે પણ આ સત્ય છે કે ફેક ન્યુઝ એ તો આવનારો સમય જ બતાવશે. 
 
છાપાએ દાવો કર્યો છે કે રિઝર્વ બેંકે કેટલાક અઠવાડિયા પહેલા જ આ નોટોનુ છાપકામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પહેલા આ નોટોને જુલાઈમાં રજુ કરવાની વાત કરવામાં આવી હતી પણ હવે થોડુ મોડુ થવાની શક્યતા છે.