શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (16:15 IST)

કોંગ્રેસે ફાઈનલ કર્યા 72 ઉમેદવારો, ક્યારે થશે સત્તાવાર જાહેરાત ?

વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. કેન્દ્રીય સ્ક્રિનિંગ કમિટિએ વિસ્તૃત ચર્ચા બાદ ૭૨ ઉમેદવારો અંગે મન મનાવી લીધાનું મનાય છે. દિવાળી આસપાસ આ નામો જાહેર થઈ જશે. વર્તમાન કોંગી ધારાસભ્યોને ટિકિટની ખાતરી રાજ્યસભા ચૂંટણી વખતે જ અપાઈ છે, પરંતુ ૫થી ૬ ધારાસભ્યોની રજૂઆતને ધ્યાને લઈ બેઠક બદલાય અથવા તો તેમના પરિવારજન કે નજીકનાને ટીકીટ મળી શકે છે.

કોંગ્રેસના સંભવિત ઉમેદવારોમાં ભાવનગર દક્ષિણ-શકિતસિંહ ગોહિલ, ધાનેરા-જોઈતાભાઈ પટેલ, દાંતા-કાંતિભાઈ ખરાડી, વડગામ-મણીભાઈ વાઘેલા, પાલનપુર-મહેશભાઈ પટેલને ટિકિટ મળી શકે છે. કાંકરેજમાં ધારશીભાઈ ખાનપુરા, ડીસામાં ગોવાભાઈ દેસાઈ, કડીમાં રમેશભાઈ ચાવડા, ખેડબ્રહ્મામાં અશ્વિનભાઈ કોટવાલ અને જામનગર ગ્રામ્યમાં નયનાબેન પી માદ્યાણી (જીલ્લા પંચાયત સભ્ય)ને ટિકિટ મળી શકે છે. ભિલોડામાં ડો. અનિલ જોષિયારા, મોડાસામાં રાજેન્દ્રસિંહ ઠાકોર, પ્રાંતિજમાં મહેન્દ્રસિંહ બારૈયા, પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડીયા અને ડભોઈમાં સિધ્ધાર્થભાઈ પટેલની ટિકિટ નક્કી મનાય છે.

વઢવાણમાં મનિષભાઈ દોશી, સિધ્ધપુરમાં જગદિશભાઈ ઠાકોર, ગાંધીનગર દક્ષિણમાં હિમાંશુભાઈ પટેલ, જામનગર ઉત્તરમાં વિક્રમ માડમ અને બોટાદમાં મનહરભાઈ વસાણીને ટિકિટ મળી શકે છે. રાધનપુરમાં રઘુભાઈ દેસાઈ, વેજલપુરમાં લાખાભાઈ ભરવાડ, પાટડી-દશાડામાં નૌશાદભાઈ સોલંકી, રાજુલામાં પ્રતાપભાઈ વરૂ અને ભુજમાં અર્જુનભાઈ પટેલની ટિકિટ નિશ્ચિત માનવામાં આવે છે.

દહેગામમાં કામિનિબા રાઠોડ, કલોલમાં બળદેવજી ઠાકોર, માણસામાં બાબુજી ઠાકોર, દરીયાપુરમાં ગ્યાસુદ્દીન શેખ અને દાણીદીમડામાં શૈલેષભાઈ પરમારને ટિકિટ મળી શકે છે. વાંકાનેરમાં મોહમદ પીરઝાદા, રાજકોટ પશ્ચિમમાં ઈન્દ્રનિલ રાજયગુરુ, વ્યારામાં તુષારભાઈ ચૌધરી અને જશદણમાં કુંવરજીભાઈ બાવળીયાની ટિકિટ નિશ્ચિત છેલીંબડીમાં સોમાભાઈ પટેલ, મહેસાણામાં જીવાભાઈ પટેલ, દાહોદમાં પ્રભાબેન તાવિયાડ, દ્વારકામાં મુરૂ ભાઇ કંડોરીયા અને વરાછામાં ધીરૂભાઈ ગજેરાનું નામ નક્કી મનાય છે. સુરત ઉત્તરમાં દિનેશભાઈ કાછડિયા, તાલાળામાં ભગવાનભાઈ બારડ, ચાણસ્મામાં લાલજીભાઈ દેસાઈ, ધરમપુરમાં કિશનભાઈ પટેલ અને ભરૂચમાં ઈકબાલભાઈ પટેલનું નામ પાક્કુ મનાય છે. ટંકારામાં લલિતભાઈ કગથરા, પાલીતાણામાં પ્રવિણસિંહ રાઠોડ, ઉનામાં પુંજાભાઈ વંશ, માણાવદરમાં જવાહરભાઈ ચાવડા અને વિસાવદરમાં હર્ષદભાઈ રીબડીયા નિશ્ચિત મનાય છે. માંગરોળમાં બાબુભાઈ વાજા, અમરેલીમાં પરેશભાઈ ધાનાણી, બોરસદમાં રાજેન્દ્રસિંહ પરમાર, આંકલાવમાં અમિતભાઈ ચાવડા અને પેટલાદમાં નિરંજનભાઈ પટેલને ટિકિટ મળી શકે છે. સોજીત્રામાં પુનમભાઈ પરમાર, ખેરાલુમાં જયરાજસિંહ પરમાર, ખંભાળીયામાં મેરામણભાઈ ગોરીયા, જામનગર શહેર ૭૯માં જયંતીલાલ દોંગા અને થરાદમાં માવજીભાઈ પટેલ/ડી.ડી.રાજપુતનું નામ ચાલી રહ્યું છે.

ઉંઝામાં કાંતિભાઈ મુળજીભાઈ પટેલ, વિસનગરમાં કિરિટભાઈ પટેલ, વિજાપુરમાં નરેશભાઈ રાવલ, બેચરાજીમાં ભોપાજી ઠાકોર અને ઈડરમાં રામભાઈ સોલંકીનું નામ નક્કી મનાય છે. મહુવામાં નટવરસિંહ ઠાકોર, જામજોધપુર-૮૦માં ચીરાગ કાલરીયા, લુણાવાડામાં હિરાભાઈ પટેલ, ગરબાડામાં ચંદ્રીકાબેન બારીયા, છોટાઉદેપુરમાં મોહનસિંહ રાઠવા, માંડવીમાં આનંદભાઈ ચૌધરી અને કાલાવડમાં કાનજીભાઇ પી બથવારનું નામ નક્કી મનાય છે.