સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : બુધવાર, 29 નવેમ્બર 2017 (12:12 IST)

PM Modi live Video -મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોડી રાત્રે રાજકોટમાં રાત્રિરોકાણ કર્યું હતું. આજે બુધવારે સવારે મોરબી સભા માટે રવાના થયા હતા. ત્યારબાદ પ્રાંચી, પાલીતાણા અને નવસારીમાં સભા ગજવશે. વડાપ્રધાનના સ્વાગત માટે વિજયભાઇ રૂપાણી, શહેર પ્રમુખ કમલેશ મિરાણી અને મેયર ડો.જૈમન ઉપાધ્યાય એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન ખુદ પ્રાચારમાં ઉતર્યા છે. રાજકોટથી તેઓ મોરબી સભા માટે રવાના થઇ મોરબી પહોંચી ચૂક્યા છે. મોદીએ સભા સંબોધનમાં જણાવ્યું હતું કે, કેમ છો બધા, લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે મોરબી આવ્યો હતો. કોણ જાણે કેમ મોરબી સાથેનો મારો નાતો હંમેશા રહ્યો છે. મોરબીની મચ્છુ હોનારતને યાદ કરી મોરબી આવ્યો હતો. ત્યારે અમે મડદા ઉલેચ્યા હતા અને રાહુલના દાદી ઇન્દિરા ગાંધીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો.
 
- આજે મોરબીનુ નામ વિશ્વમાં ચમકે છે. મોરબી સાથે મારો જૂનો સંબંધ છે. સુખ દુખમાં હુ મોરબી સાથે રહ્યો છુ. 
- કોંગ્રેસ માત્ર વચન આપે છે.  હોનારત સમયે ઈન્દિરા ગાંધી મોરબી આવ્યા હતા ત્યારે નાકે રૂમાલ બાંધીને ભાગતા હતા 
- કોંગ્રેસનુ મોડલ હેંડપંપ.. એક હંડપંપ પર બે બે ચૂંટણી જીતી જાય છે 
- મોરબીને ઉભુ કરવામાં અમે કોઈ કસર છોડી નથી..  ગુજરાતમાં પાણીની કમી દૂર કરવા માટે અમે ગુજરાતમાં પાણી માટે તળાવ ખોદાવ્યા.. કેનાલોનુ કામ કર્યુ.. અમે પહેલા ગુજરાતમાં પાણીની કમી દૂર કરવા માંગતા હતા.. કારણ કે ગુજરાત એકવાર પાણીદાર થઈ જશે તો દુનિયાને પાણી બતાવી દેશે.. 
-  ગુજરાતમાં ગરમી પણ એટલી જ પડે.. ગુજરાતમાં ખેડૂતોનુ પાણી વરાળ બનતુ અટકાવવા સૌની યોજના લાવ્યા.. કરોડો રૂપિયા પાણી પર લગાવ્યા.. આજે 110 ડેમ ઉભા થયા છે..  આજે એક લાખ 30 હજાર હેક્ટર ગુજરાતની ધરતીને પાણીની ગરજ સારે છે

-  હુ જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે પ્રધાનમંત્રીને વારંવાર કહેતો કે મારા ખેડૂતોને યૂરિયા આપો યૂરિયા આપો.. પણ મને યૂરિયા આપ્યુ નહી.. યૂરિયાનુ નીમ કોટિંગ કર્યુ.. જે કેમિકલના કારખાનામાં મફતમાં જતુ હતુ.. આ બધુ બંધ થઈ ગયુ એથી મોદી વિરુદ્ધ લોકો રઘવાયા થઈ ગયા છે.. મોદીએ બધા દરવાજા બંધ કર્યા તેથી તેમના વકરા પાણી બંધ થઈ ગયા.. 
 
- આજે  હિન્દુસ્તાનમાં ક્યાક યૂરિયા માટે રાડ પડતી નથી કારણ કે અમે ચોરી રોકી છે.. અમારો ખેડૂત જે પકવે છે તેની મૂલ્ય વૃદ્ધિ થાય .. મગફળી વહેચે તો ઓછા પૈસા મળે પણ મગફળીમાંથી તેલ કાઢીને તે વેચે તો વધુ પૈસા મળે..  કપાસિયા આમ જ વહેંચે તો  ઓછા પૈસા મળે પણ કપાસિયાનુ તેલ કાઢીને વહેચે તો વધુ પૈસા મળે.. અમે ખેડૂતોને મૂલ્ય વૃદ્ધિનો રસ્તો બતાવ્યો છે.