બુધવાર, 30 નવેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (11:02 IST)

વિજય રૂપાણી સરકારના શપથગ્રહણ પહેલા પીએમ મોદીનો રોડ શો

ગુજરાતમાં વિજય રૂપાણીના શપથગ્રહણ સમારોહમાં અનેક દિગ્ગજ નેતાઓનો જમાવડો થઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી પણ શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ગાંધીનગર પહોંચી ગયા છે. એરપોર્ટથી રાજભવન પહોંચતા સુધીમાં તેઓએ રોડ શો કર્યો. હાજરો મેદનીનું અભિવાદન કર્યું.  અત્રે જણાવવાનું કે આજે સવારે 11.30 વાગ્યે ગુજરાતમાં નવી બનેલી સરકારનો શપથવિધિ સમારોહ યોજાશે. 8 કેબિનેટ અને 12 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. મંત્રીમંડળમાં નવ નવા ચહેરા સામેલ કરાયા છે.  વિજય રૂપાણીનાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ ગાંધીનગરમાં તડામાર ચાલી રહી છે.

ગાંધીનગરના સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો છે જેમાં 18 રાજ્યોનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહેવાનાં છે. તેઓ સમારંભમાં હાજરી આપશે. વિશેષ અતિથિઓ સાથે મહાત્મા મંદિરમાં ભોજન પણ કરશે.  સમારોહમાં સંતો અને વિભિન્ન ધર્મોના ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.