ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (13:08 IST)

કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ, પ્રદેશના બે નેતા પરેશ ધાનાણી મુદ્દે સામસામે

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ હવે ચરમસિમાએ પહોંચ્યો છે.  મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાના મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સામસામે આવ્યાં છે. એટલું જ નહીં, હવે તો ખુદ બાપુએ જ પ્રદેશ પ્રમુખ સામે ખુલ્લેઆમ મોરચો માંડયો છે. હાઇકમાન્ડ સમક્ષ શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ કહ્યું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન યુવા નેતાને સોંપો અને વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રદેશ પ્રમુખ બદલો . સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભરતસિંહ સોલંકી કોઇપણ ભોગે શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે ઘોષિત થાય તે માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યાં છે .

દિલ્હી હાઇકમાન્ડ સમક્ષ એવી રજૂઆત કરાઇ છેકે,ચૂંટણીમાં પ્રજાનું સમર્થન મળે ત્યાર બાદ ચૂંટાયેલા ધારાસભ્યો જ મુખ્યમંત્રીની પસંદગી કરશે.એટલું જ નહીં, ભરતસિહ સોલંકીએ પરેશ ધાનાણીને વિપક્ષપદે બેસાડી શંકરસિંહ વાઘેલાનું પત્તુ કાપવાનો દાવ ખેલ્યો હતો પણ હાઇકમાન્ડે આ મામલે ઉતાવળ દાખવી ન હતી. આ તરફ, ભરતસિંહ જૂથના વિરોધને પગલે શંકરસિંહ વાઘેલા પણ સક્રિય થયાં છે. તેમણે પણ હવે હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરીને ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ નિમવા દાવ ફેંક્યો઼ પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીને સોપવુ જોઇએ. ભરતસિંહની સંગઠનમાંથી જ બાદબાકી કરવા બાપુ મેદાને પડયાં છે. આમ, મુખ્યમંત્રીપદના બે દાવેદારો અત્યારે રાજકીય પતાવટમાં પડયા છે જેથી જૂથવાદ ચરમસિમાએ પહોંચ્યો છે.