શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (10:53 IST)

ગુજરાતમાં ચૂંટણીના પડધમ... 'શંકર'સિંહ વાઘેલાએ ખોલ્યુ પોતાનુ ત્રીજુ નેત્ર 'જનવિકલ્પ'

કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ શંકરસિંહ વાઘેલા શું કરશે? એવો પ્રશ્ન પૂછવામાં આવે છે અને શંકરસિંહ વાઘેલા એક જ જવાબ આપે છે કે રાજકારણ છોડયું નથી. રાજકારણમાં તો રહીશ જ. હવે શંકરસિંહ વાઘેલાનાં સમર્થકોએ જન વિકલ્પ નામનો ત્રીજો મોરચો ખોલ્યો છે. જોકે, બાપુએ હાલ આ મોરચા સાથે પોતાને કશું લાગતું વળગતું ન હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં જન વિકલ્પનાં પોસ્ટર લાગવા માંડયા છે. આની ટેગ લાઈન છે કે 70 વર્ષથી કોંગ્રેસ અને ભાજપે શોષણ કર્યું છે હવે ત્રીજો વિકલ્પ છે જન વિકલ્પ.
 
. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કે જેમણે હાલમાં જ તેમની સાથે કોંગ્રેસ છોડી છે તેમણે ‘જન વિકલ્પ’ નામે ત્રીજો મોરચો ખોલ્યો છે.Untitled-10 સમગ્ર શહેરમાં શંકરસિંહ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનરો લાગ્યા છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે http:www.janvikalp.in અથવા મોબાઈલ નંબર ૭૮૭૮૭૮૯૮૦૦ પર મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવા અપીલ કરી છે. વેબસાઇટ પર લોકોને વચનોની લ્હાણી પણ કરાઇ છે.