બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2017 (15:41 IST)

આટકોટમાં હાર્દિક પટેલની ખાટલા પરિષદ યોજાઈ, મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યાં

વરુણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાઈ ગયા બાદ તેઓ સતત હાર્દિક પર પ્રહારો કરી રહ્યાં છે. અગાઉ જેઓ ભાજપને ભાંડતા હતાં તેઓ આજે ભાજપનો કેસરીયો ખેસ પહેરીને ભાજપની તરફદારી કરી રહ્યાં છે એવું સ્પષ્ટ ટીવી ચેનલો પર અને સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. બીજી બાજુ હાર્દિક પટેલની કથિત રીતે થયેલી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની મુલાકાતને લઈને હોટલ તાજના વીડિયો ફૂટેજ બહાર આવ્યાં છે. ત્યાર બાદ હાર્દિકે પણ પોતાનું નિવેદન આપ્યું હતું કે હવે લોકશાહી મરી પરવારી છે. હાર્દિક પટેલ ગઇકાલથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આજે તરઘડીથી સીધો જસદણના આટકોટ ગામે શુભેચ્છા મુલાકાતે પહોંચ્યો હતો. અહીં તેણે પાટીદારો સાથે ખાટલા પરિષદ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. તેમજ હાર્દિક સાથે સેલ્ફી લેવા માટે પાટીદારો પડાપડી કરી રહ્યા હતા. હાર્દિક દર વખતે આટકોટની મુલાકાત લે ત્યારે સરદાર પટેલ સર્કલ પાસે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરે છે પરંતુ આજે હારતોરા કર્યા વિના જ નીકળી ગયો હતો. હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બોટાદમાં સભા અને રોડ શોનો કાર્યક્રમ છે. પહેલા શહેરના લોકો ગામડામાં જતા અને ગામડાના લોકોને કહેતા કે અહીંયા વોટ દેજો. પરંતુ હવે ગામડાના ખેડૂતો શહેરમાં જઇને કહેશે કે અહીંયા વોટ આપજો, પરિસ્થિતિ જાણીને વોટ કરજો. આટકોટમાં માત્ર મુલાકાત માટે જ આવ્યો છું.