1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:30 IST)

ઓખી ચક્રવાતે રાજકીય સભાઓનો ભોગ લીધો, જાણો કોની સભાઓ રદ થઈ

ગુજરાતમાં 7 ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. તેથી બંને પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરવામાં એડીચોટીનુ જોર લગાવી રહી છે. પરંતુ આ પ્રચારને ઓખીએ બ્રેક લગાવી છે. ઓખી સાઈક્લોનની અસર ગુજરાત ચૂંટણીના પ્રચાર પર પડી છે.  ઓખી વાવાઝોડાના અસરને કારણે કેટલાક નેતાઓના પ્રવાસ રદ થયા છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની 3 સભાઓ રદ થઈ છે. અમિત શાહની આજે મંગળવારે રાજુલા, મહુવા અને સિહોરમાં થનારી રેલીઓ રદ કરવામા આવી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની સુરતના મજૂરામાં યોજાનારી સભા વરસાદી માહોલના કારણે રદ કરવામાં આવી છે. ઓખી વાવાઝોડને કારણે કોંગ્રેસ નેતા રાજ બબ્બરનો જૂનાગઢનો પ્રવાસ રદ કરાયો છે. તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આજે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેમના પ્રવાસ પર પણ અસર પડી શકે છે. ઓખીના તોફાનને કારણે ગુજરાતના અનેક ઠેકાણે વરસાદ અને તેજ હવાઓ ચાલી રહી છે. તેમજ દરિયા કિનારે વેગીલો પવન ફૂંકાઈ રહ્યો છે. આવામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.