મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (12:33 IST)

6 રાષ્ટ્રીય પક્ષ સહિત કુલ ૫૩ પક્ષોના ઉમેદવારો ચૂંટણી લડશે

બીજા તબક્કાની ચૂંટણીમાં છ રાષ્ટ્રીય પક્ષો સહિત કુલ ૫૩ પક્ષોના ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીનાં મેદાનમાં ઉતર્યા છે. જેમાં અન્ય રાજ્યમાં નોંધાયેલા ચાર પક્ષનો પણ સમાવેશ થાય છે. ભાજપના ૯૩, કોંગ્રેસના ૯૧ તેમજ ૩૫૦ અપક્ષો સહિત કુલ ૮૫૧ મૂરતિયાઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જો કે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં મોટાભાગનાં અપક્ષોની ડીપોઝીટ પણ પાછી મળતી નથી. ગુજરાત ચૂંટણી પંચની આ સત્તાવાર વિગતો સાથેના આંકડાઓ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીએ ૭૫, નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ ૨૮ ઉમેદવારો ઊભા રાખ્યા છે.

જ્યારે અન્ય બે રાષ્ટ્રીય પાર્ટી કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાએ ૧ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કશીસ્ટ)એ ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે અન્ય રાજ્યોમાં નોંધાઈ હોય તેવી ચાર પાર્ટીઓ કુલ ૪૦ ઉમેદવારોને ચૂંટણી લડાવી રહી છે. જેમાં શિવસેના સૌથી વધુ એટલે કે ૧૭ અને જનતાદળ (યુ) ૧૪, કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ) ૮ તથા જનતા દળ (એસ) એક ઉમેદવાર ઉભો રાખ્યો છે. અન્ય બિન માન્યતા પ્રાપ્ત નોંધાયેલા રાજકીય પાર્ટીઓની સંખ્યા ૪૩ની થાય છે. જેમાં મોટાભાગની પાર્ટીઓએ ૧થી લઈન ે૭ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ૪૩ પૈકીમાંથી ભાગ્યે જ કોઈ પાર્ટીનો ઉમેદવાર જીતી શકવાની ક્ષમતા ધરાવે છે.