ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2017 (14:41 IST)

ગુજરાત ભાજપ માટે મહત્વનું - સુરતમાં જેટલીની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલી સુરતમાં આજે  કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગઠબંધન અવસરવાદી છે. ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે.  જેટલીએ ડુમસ રોડ ખાતે આવેલી ટીજીબી હોટલમાં પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતે મોટા પાયે આર્થિક વિકાસ જોયો છે. ગુજરાત રાજ્યની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. સૌથી વધુ અને સારો વિકાસ ગુજરાતમાં થયો છે. ગુજરાતના વિકાસની ક્ષમતા આખા દેશમાં છે.

મોદીના 3 વર્ષ પૂરા થયા છે. જ્યાં સરકારને મનમાની કરવાના અધિકાર હતા તેના પાવર ખલાસ કર્યા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા અરૂણ જેટલી જણાવ્યું હતું કે, ગુજરાતે જોયું છે કે, 1980માં જે રાજનીતિ હતી તે વધુ હાવી હતી. જેના કારણે ગુજરાતનો એજન્ડા અટવાઈ ગયો હતો. કર્ફ્યુ અને પરસ્પદના મતભેદ હતા. જ્યારે બીજેપીએ આ બધાથી મુક્તિ મેળવી અને પ્રોગ્રેસ કર્યો છે. બધાને સાથે લઈને ચાલવું એ જ બીજેપીનો એજન્ડા બની ગયો છે.