શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (12:06 IST)

હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સ - જાણો કોંગ્રેસ અને અનામતને લઈને શુ બોલ્યા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં કોંગ્રેસ દ્વારા ચાલતી અનામત અંગેની ફોર્મુલા અંગેની વાત કરી હતી. કોંગ્રેસ દ્વારા સરકાર બંનશે તો વહેલામાં વહેલી તકે કોંગ્રેસ સરકાર પાટીદાર અને બીન પાટીદાર સમાજને અનામત આપવાની ખાતરી આપી છે. કોંગ્રેસ દ્વારા વિવિધ બુદ્ધીજીવીઓ સાથે વાત કરીને અનામત અપાવાની ફોર્મુલા બનાવી છે.

કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજને અનામત અપાવવાની ફોર્મુલા પાસને આપવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી સાથે પાટીદાર સમાજની માંગણીઓ માટે છેલ્લા કેટલીય વખત બેઠકો અને ચર્ચાઓ થઈ છે. તેમણે અમારી માંગીઓ સ્વીકારી છે. કોંગ્રેસ દ્વારા બંધારણીય રીતે ફોર્મ્યૂલા આપી છે. તેને અમે સ્વીકારીએ છીએ. કોઇ રાજ્યમાં આરક્ષણની સીમામાં 49 ટકાથી વધારે અનામત કરવામાં આવતા કોર્ટે મનાઇ ફરમાવી છે. પાટીદારોના અનામત માટે 49 ટકા સીમાને પણ પાર નહીં કરવામાં આવે. હાર્દિક પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસે પટેલ સમાજના ઓબીસી હેઠળ અનામત આપવાની સહમતી વ્યક્ત કરી છે પાટીદારોને પણ અન્ય પછાત વર્ગની જેમ લાભ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારે પેનલ બનાવીને  કમિશનની ભલામણોના આધાર પર સર્વે કરાવશે અને બિન-અનામત અને પછાત વર્ગોના આધારે લાભ આપવામાં આવશે.