શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2017 (17:47 IST)

રાહુલે સોમનાથમાં બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા, જ્યાં તેમણે નિયમ મુજબ બિન હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હતી. તેમની સાથે આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નામની પણ આ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી છે.સોમનાથ મંદિરના નિયમ અનુસાર, મંદિરમાં બિન હિન્દુઓ પણ આવીને દર્શન કરી શકે છે, પરંતુ તેમને પ્રવેશ પહેલા રજિસ્ટરમાં નોંધ કરવાની રહે છે. જે નિયમ અનુસાર રાહુલ ગાંધીએ પણ બિન હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હતી. સાથે જ પોતે દિલ્હીથી આવ્યાનું પણ રજિસ્ટરમાં લખવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી વતી તેમના મીડિયા કોર્ડિનેટરે આ એન્ટ્રી કરી હોવાનું માનવામાં આવે છે.