ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2017 (17:54 IST)

હવે ચૂંટણીમાં ભાજપને હરાવવું એજ પાટીદારોનું લક્ષ્ય - Hardik Patel

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ પાટીદાર અનામત આંદોલન ચલાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી રહી છે. જેમાં પાટીદાર આંદોલનકારીઓ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતરશે. પાસના કન્વીનર હાર્દિક પટેલના જણાવ્યા પ્રમાણે  ભાજપને હરાવવા પાટીદારો હવે 'હાથ' ઉપાડશે અને ચૂંટણીમાં જોરશોરથી ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે.  હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદારો પર ગુજરાતની ભાજપ સરકાર અત્યાચાર કરી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો પણ આ ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે હાથ ઉપાડશે. ચૂંટણી બુથમાં ભાજપ વિરોધી મતદાન કરાવીને ઘર ભેગા કરાવવા માટે રણનીતિ ઘડશે. આ દરમિયાન ભાજપ દ્વારા પાટીદારોને અનેક પ્રકારની લોલીપોપ આપવાની કોશિશ કરાશે. પરંતુ સાણો પાટીદાર લોલીપોપમાં લલચાયા વિના સમાજની લડાઇમાં સાથે રહીને ભાજપને પાઠ ભણાવશે.