મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2017 (14:38 IST)

PHOTOS - સોમનાથમાં મોદીની પ્રાચીમાં સભા, રાહુલ ગાંઘીએ સોમનાથ મંદિરમાં કર્યાં દર્શન

ગુજરાતના સૌરાષ્ટ્રમાં પીએમ મોદી સભાઓ કરી રહ્યાં છે. તેમની આજની સભા સોમનાથ પાસેના પ્રાચીમાં યોજાઈ છે. ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે સોમનાથ પહોંચી ગયાં છે તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી અને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. રાહુલ ગાંધી પણ મોદીની સામે પ્રચાર કરવા માટે હવે સૌરાષ્ટ્રમાં અચાનક જ ઉતરી પડ્યાં છે. તેની સાથે રાજકોટમાં પણ હાર્દિક પટેલની આજે સભા યોજાય તેવી શક્યતાઓ છે. ત્યારે સૌરાષ્ટ્ર આજે સંપૂર્ણ રાજકીય રંગે રંગાઈ ગયું છે.

ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે હાર્દિક પણ તેમના સુરમાં સુર પુરાવા માટે પોતાની સભા ગોઠવી રહ્યો છે. રાહુલ ગાંધી ખાસ તો હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા માટે પહોંચી ગયાં છે.

એક તરફ મોદી વેવ ઓસરી જતો હોવાથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ ભાંગી પડ્યો છે તો બીજી તરફ રાહુલના આગમનથી કોંગ્રેસમાં બળવો હોવા છતાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધી રહ્યો છે. મારો કાપોની રાજનિતીથી હવે ગુજરાતમાં શું થશે તેવી ચર્ચાઓ ઠેર ઠેર થવા માંડી છે. ત્યારે રાહુલ ગાંધીની અચાનક યોજાયેલી સોમનાથ યાત્રા પણ ચર્ચાનો વિષય બની છે.