શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2017 (12:15 IST)

શંકરસિંહ વાઘેલાએ ઉમેદવારોની યાદી જાહેર ના કરી, ઉમેદવારોના ફાંફાં

રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ કરવાના મનસૂબા સાથે ભાજપ સાથે રાજકીય ભાઇબંધી કરનારાં શંકરસિંહ વાઘેલાનો ગુજરાતના રાજકારણમાં દબદબો ઘટી રહ્યો છે તેવુ સાબિત થઇ રહ્યું છેકે, બાપુએ રચેલાં જનવિકલ્પ પક્ષ માટે ઉમેદવારો ય મળતાં નથી. આ કારણોસર જ જનવિકલ્પ પક્ષે ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. ભાજપની બી ટીમ રૃપે કામ કરવાની છબી ઉભરાતાં મતદારો જનવિકલ્પથી દૂરી બનાવી રહયાં છે.

કોંગ્રેસનો છેડો ફાડતાં ભાજપને એવુ હતુંકે,બાપુ કોંગ્રેસનો સફાયો કરી દેશે પણ રાજ્યસભાના પરિણામે ભાજપનો આ રાજ્કીય ભ્રમ ભાંગી નાંખ્યો હતો. બાપુએ મોટાઉપાડે તમામ બેઠકો પર ચૂંટણી લડવા જાહેરાત કરી હતી પણ અત્યારે તો ભાઇબાપા કહીને ઉમેદવારો ઉભા રાખવાનો વારો આવ્યો છે. ઘણાં ઓછા લોકોએ આ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા નક્કી કર્યું છે. સૂત્રો કહે છેકે, અમુક વિસ્તારોમાં જનવિકલ્પને ઉમેદવારો ય મળતાં નથી. જનવિકલ્પની દશા એવી છેકે, રાજ્સ્થાનની એક પક્ષ સાથે જોડાણ કરી ટ્રેકટરનું નિશાન પણ જાણે ઉછીનુ લેવુ પડયું છે. અત્યારે તો વહેલા તે પહેલા ધોરણે જે ઉમેદવારે આવે તેને મેન્ડેટ આપી દેવાનુ જનવિકલ્પ પક્ષે નક્કી કર્યું છે. ભાજપ સાથે સોદો કરી મતોમાં વિભાજન કરવાનુ બીડુ ઝડપનારાં શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ પક્ષને ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી. ખુદ લોકો જ કહી રહ્યાં છેકે, બાપુનો ગુજરાતના રાજકારણમાં હાઉ ભૂંસાઇ રહ્યો છે.