ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (10:09 IST)

વિજય રૂપાણીએ રાજ્યપાલને આપ્યું રાજીનામું હવે કાર્યકારી મુખ્યપ્રધાન રહેશે

બુધવારે 13મી વિધાનસભાના વિસર્જન માટે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર સોંપાયા બાદ  ગુરુવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મંત્રીમંડળે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું.  જ્યાં સુધી નવી સરકાર અને નવા મુખ્યપ્રધાન શપથ ન લે ત્યાં સુધી વિજય રૂપાણી કાર્યકારી મુખ્યપ્રધાન તરીકે કાર્યરત રહેશે. ભાજપ ધારાસભ્ય તરીકે પક્ષના નેતાને ચૂંટવા માટે શુક્રવારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય નિરીક્ષકોની બેઠક મળશે. આ બેઠકમાં આગામી મુખ્યપ્રધાન તરીકે અત્યારે વજુભાઇ વાળા અથવા વિજય રૂપાણીને પસંદ કરાય તેવો તર્ક ભાજપના નેતાઓ લગાવી રહ્યાં છે. જોકે, હજુ સુધી કોઇ ઠોસ નિર્ણય લેવાયો નથી. ભાજપમાં ચાલતા આંતરિક અસંતોષને ડામવા માટે કોઇ એવા નેતાની જરૂર છે કે જેઓ અનુભવી હોય.