શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (10:54 IST)

રાજ્યપાલ અને મુખ્ય સચિવે મતદાન કર્યું, લોકોને મત આપવા અનુરોધ કર્યો

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના આજે બીજા તબક્કાના મતદાન સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે સેક્ટર-૨૦ની પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે મતદાન કર્યુ હતું   ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ ગાંધીનગર ખાતે સેકટર-ર૦ની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન મથક નં. ૧૬૪ ખાતે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીને ટકાવી રાખવા દરેક નાગરિકે પોતાના પવિત્ર મતનો ઉપયેાગ કરવો જ જોઇએ તેવો રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતની જનતાને મોટી માત્રામાં મત આપવાનો અનુરોધ કર્યો હતો