પ્રથમ તબક્કાની ચુંટણીમાં છેલ્લાં ત્રણ કલાકમાં ૧૮ ટકા મતદાન નોધાયું
પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન આજે સવારથી ચાલુ થઇ ગયું છે ત્યારે છેલ્લા 3 કલાકમાં ૧૮ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. ચુંટણી પંચનાં જણાવ્યાં મુજબ પ્રથમ તબક્કા માટે કુલ ૧૮ ટકા મતદાન નોંધાયું છે. સમય વધતો જાય તેમ તેમ મતદાનની ટકાવારી વધતી જાય છે તેમજ લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરમાં સરેરાશ 11.32% મતદાન, કચ્છમાં સરેરાશ 5.29%, રાજકોટમાં 12.51% મતદાન,ડાંગમાં 5.56%, નવસારીમાં 11.94% મતદાન વલસાડમાં 11.99%, તાપીમાં 12.53% મતદાન, મોરબીમાં 14.2%, દ્વારકામાં 9.07% મતદાન ગીર સોમનાથમાં 6.82%, બોટાદમાં 12.55% મતદાન,નવસારી જિલ્લામાં ૧૬ % મતદાન નોંધાયું છે.