મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 26 નવેમ્બર 2022 (13:18 IST)

અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 22 ઉમેદવાર પોતાને જ મત નહિ આપી શકે

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીજા તબક્કાના મતદાનમાં 22 ઉમેદવારો એવા છે કે જેનું મત વિસ્તારમાં જ રહેણાંક ન હોવાથી ઉમેદવારોને પોતાનો મત મળશે નહી. આ તમામ ઉમેદવારો પોતાનો મત પોતાને આપી નહિ શકે અને અન્ય ઉમેદવારને આપવો પડશે.  જેમાં પૂર્વ વિસ્તારમાં છ બેઠક પર મુખ્ય મુખ્ય રાજકીય પાર્ટીઓના જ ઉમેદવાર પોતાને મત આપી શકશે નહીં. દરીયાપુર, દાણીલીમડા,વટવા, નિકોલ, ઠક્કરબાપાનગર અને અસારવાના ઉમેદવારો પોતાના રહેણાંકની વિધાનસભાના ઉમેદવારોને મત આપશે.
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 વિધાનસભા બેઠકોમાં 249 જેટલા ઉમેદવારો મેદાને છે ત્યારે 22 જેટલા ઉમેદવારો જે છે એ પોતાના રહેણાંક સિવાય અન્ય જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે જેથી તેઓને પોતાનો મત આપી શકશે નહીં પરંતુ બીજા ઉમેદવારને મત આપવાનો રહેશે. જેમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીના 10 જેટલા ઉમેદવારો જ્યારે કોંગ્રેસના 8 અને ભાજપના માત્ર 4 જ ઉમેદવારો અન્ય જગ્યાએ મત આપશે. ખાસ વાત એ છે કે પૂર્વ વિસ્તારની છ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જ ઉમેદવારો અન્ય ઉમેદવારને મત આપશે. જેમાં નિકોલ ના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઠક્કરબાપાનગરમાં, અસારવાના ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલા દરિયાપુરમાં, મુખ્યમંત્રી સામે કોંગ્રેસના ઉમેદવાર ડો
અમીબેન યાજ્ઞિક એલિસબ્રિજમાં, દરિયાપુરના ગ્યાસુદ્દીન શેખ જમાલપુર અને વટવામાં કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવી સાણંદમાં મતદાન કરશે. 
 
પૂર્વ વિસ્તારની છ બેઠક પરના ઉમેદવાર અન્ય જગ્યાએ મત આપશે જેમાં અસારવા વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલા અને આમ આદમી પાર્ટીના જે.જે મેવાડા, વટવા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર બીપીન પટેલ, નિકોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ગજેરા, દરિયાપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તાજ કુરેશી, દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ કાપડિયા ઠક્કરબાપા નગરના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરી અન્ય જગ્યાએ મતદાન કરશે.
 
 
ક્યાંથી ઉમેદવાર ઉમેદવારનું નામ  કયા મત આપશે 
 
અસારવા - દર્શના વાઘેલા (ભાજપ) - દરિયાપુર
અસારવા - જે.જે મેવાડા (આપ) - ઠક્કરબાપાનગર 
 
નિકોલ - જગદીશ વિશ્વકર્મા (ભાજપ) - ઠક્કરબાપાનગર
નિકોલ - અશોક ગજેરા (આપ) - દસક્રોઈ 
 
દરિયાપુર - ગ્યાસુદિન શેખ (કોંગ્રેસ) - જમાલપુર
દરિયાપુર - તાજ કુરેશી (આપ) - અસારવા 
 
દાણીલીમડા - શૈલેષ પરમાર (કોંગ્રેસ) - નારણપુરા 
દાણીલીમડા - દિનેશ કાપડિયા (આપ) - અસારવા 
 
વટવા - બળવંત ગઢવી (કોંગ્રેસ) - સાણંદ
વટવા - બીપીન પટેલ (આપ) - અમરાઈવાડી 
 
ઠક્કરબાપાનગર - વિજય બ્રહ્મભટ્ટ (કોંગ્રેસ) - બાપુનગર
ઠક્કરબાપાનગર - સંજય મોરી (આપ) - દસક્રોઈ 
 
ઘાટલોડિયા - ડો. અમીબેન યાજ્ઞિક (કોંગ્રેસ) - એલિસબ્રિજ
વિરમગામ - લાખાભાઈ ભરવાડ (કોંગ્રેસ) - વેજલપુર
વેજલપુર - કલપેશ પટેલ (આપ) - એલિસબ્રિજ
દસક્રોઈ - કિરણ પટેલ (આપ) - ઘાટલોડિયા
ધંધુકા - કાળુ ડાભી (ભાજપ) - ધોળકા
અમરાઈવાડી - વિનય ગુપ્તા (આપ) - વટવા
સાબરમતી - જગદીશ ઠાકોર (આપ) - અસારવા
જમાલપુર - હારુન નાગોરી (આપ) - દાણીલીમડા
નરોડા - ડો. પાયલ કુકરાણી (ભાજપ) - ઠક્કરબાપાનગર
સોનલ પટેલ - નારણપુરા (કોંગ્રેસ) - એલિસબ્રિજ