શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 નવેમ્બર 2022 (00:19 IST)

અસરુદ્દીન ઓવૈસીની બોગી પર પત્થરમારો, વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન બની ઘટના, અમદાવાદથી સૂરત જઈ રહ્યા હતા

owaisi
AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વંદે ભારત ટ્રેનના જે કોચમાં બેસ્યા હતા  તેના પર  પથ્થરમારો થયાના સમાચાર છે  AIMIM નેતા વારિસ પઠાણે જણાવ્યું કે તેઓ અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા, તે દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી.

પત્થર વાગવાથી તૂટ્યો ટ્રેનનો કાંચ



વારિસ પઠાણે જણાવ્યું કે જે બોગીમાં AIMIM ચીફ અસદુદ્દીન અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા. એ જ બોગીમાં પથ્થરમારો થયો હતો. ઓવૈસી સાથે વારિસ પઠાણ પણ હાજર હતા. વારિસ પઠાણના જણાવ્યા અનુસાર પથ્થરમારાની આ ઘટના સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી.વારિસ પઠાણે જણાવ્યું હતું કે અમે વંદે ભારતથી જે ટ્રેનમાં જઈ રહ્યા હતા, સુરતમાં તેના પર પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનામાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા.
યુપી ચૂંટણી દરમિયાન હાપુડમાં ઓવૈસીની કાર પર હુમલો થયો હતો

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં હાપુડ જિલ્લામાં અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સંબંધિત કાર્યક્રમોમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે તેમની કાર હાપુડ-ગાઝિયાબાદ રોડ પર છિઝરસી ટોલ પ્લાઝાની નજીક હતી. જ્યારે ઓવૈસી યુપી ચૂંટણીના સંદર્ભમાં મેરઠથી દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે છિઝરસી ટોલ પ્લાઝા પર તેમના કાફલા પર ફાયરિંગ થયું હતું.