સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 27 નવેમ્બર 2022 (16:54 IST)

અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, લેખિતમાં કહ્યું - ગુજરાતમાં બનશે ‘AAP’ની સરકાર

Gujarat Election 2022:  દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે મોટો દાવો કર્યો છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેં અત્યાર સુધી જેટલી પણ રાજકીય આગાહીઓ કરી છે તે તમામ સાચી સાબિત થઈ છે.
 
કેજરીવાલે કહ્યું કે મેં 2014માં કહ્યું હતું કે કોંગ્રેસને શૂન્ય સીટ મળશે, એવું થયું. મેં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આગાહી કરી હતી કે નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી હારી જશે, ચન્ની બંને બેઠકો હારી જશે અને બાદલ પરિવારના તમામ સભ્યો ચૂંટણી હારી જશે, એવું થયું.
 
દિલ્હીના સીએમએ કહ્યું કે આજે હું તમારી સામે વધુ એક ભવિષ્યવાણી કરું છું અને લેખિતમાં આપું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપના 27 વર્ષના કુશાસનનો અંત આવશે. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે શ્વેતપત્ર પર લખ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.
 
કેજરીવાલે કહ્યું કે BJP ગુજરાતની જનતા પર હુમલો કરી રહી છે. તમે અમારી સાથે ગમે તે કરો પરંતુ લોકો પર હુમલો કરશો નહીં. BJPના રોષનું કારણ છે - ભાજપને વોટ આપવાણી વાત કહેનારા સાથે ૫ મિનીટ વાત કરો તો  દરેક કોઈ BJP છોડીને AAPને વોટ આપવાની વાત કરે છે.
 
દિલ્હીના સીએમએ કહ્યું કે AAP સરકાર બન્યા બાદ 31 જાન્યુઆરી સુધીમાં જૂની પેન્શન યોજનાઓનું નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. અમે પંજાબમાં OPSની સૂચના બહાર પાડી છે. પોલીસ-શિક્ષકો-પરિવહન-આંગણવાડી કાર્યકરો-કાચા સ્ટાફના કેટલાય પ્રશ્નો છે; બધા ઉકેલશે.
 
કેજરીવાલે એમ પણ કહ્યું કે BJP વીડિયો બનાવનારી  કંપની બની ગઈ છે. ભાજપે ખાતરી આપી છે કે તે દરેક વોર્ડમાં વીડિયો શોપ ખોલશે. દિલ્હીના લોકો આ વખતે નક્કી કરશે કે તેમને વીડિયો બનાવવાની કંપની જોઈએ છે કે પછી એવી પાર્ટી જોઈએ જે તેમના બાળકોનું ભવિષ્ય બનાવે.
 
તેમણે કહ્યું કે 3 બાબતો સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે- 1. ગુજરાતનો સામાન્ય માણસ ખુલ્લેઆમ કહેવાથી ડરે છે કે તે BJP ને મત નહીં આપે. 2. Congress નો Voter શોધવાથી પણ મળતો નથી.  3. ભાજપનો મોટા ભાગનો Voter Base આમ આદમી પાર્ટીને Vote આપવા જઈ રહ્યો છે. સમગ્ર Gujarat પરિવર્તનની માંગ કરી રહ્યું છે.