ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (07:35 IST)

ચાણસ્મા બેઠક પર મોટો ઉલટ ફેર, કોંગ્રેસના ઉમેદવારે ભાજપના દિગ્ગજને ૧૪૦૪ મતે હરાવ્યા

પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક પર ભાજપના સિનિયર લિડર અને પૂર્વ કેબિનેટમંત્રી દિલીપ ઠાકોર ચાણસ્મા બેઠક પર  માત્ર ૧૪૦૪ મતે હારી ગયા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોરે મત ગણતરીના ૨૩માં રાઉન્ડ સુધી ટકકર આપી હતી. છેવટે દિનેશ ઠાકોરે દિગ્ગજ દિલીપ ઠાકોરને પરાજય આપ્યો હતો. ૮૫ હજારથી વધુ ઠાકોર સમૂદાયના મતદારો ધરાવતી આ બેઠક પર ભાજપના દિલીપ ઠાકોર જીતના મજબૂત દાવેદાર ગણાતા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ૨૧ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારના  ૭૮૦૪૭ જયારે કોંગ્રેસના ઉમેદવારને ૭૮૦૩૯ મત મળ્યા હતા. મત ગણતરીમાં બંને વચ્ચે એક સમયે માત્ર  માત્ર ૮ મતોનું અંતર રહયું હતું. છેવટે ૨૨માં રાઉન્ડની મત ગણતરીના અંતે કોંગ્રેસના ઉમેદવારને જીત મળી હતી.

આમ આદમી પાર્ટીના ઉમેદવારે આ બેઠક પર ૭ હજારથી મતો મેળવતા મુકાબલો બંને ઉમેદવારો માટે નિર્ણાયક બન્યો હતો.દિલીપ ઠાકોર પહેલા સમી -હારીજ વિધાનસભા બેઠક પરથી ચૂંટાતા હતા. નવા સિમાંકનમાં ચાણસ્મા બેઠકમાં સમાવેશ થતા તેઓ 2017માં ચૂંટાયા હતા.છેલ્લે રુપાણી સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી રહયા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેમનો સમાવેશ થયો ન હતો. 2022માં દિલીપ ઠાકોરને હરાવનારા દિનેશ ઠાકોરે 2017ની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઝંપલાવીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.