ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2022 (21:36 IST)

Gujarat Election 2022 : કોંગ્રેસે 37 ઉમેદવારોની છેલ્લી યાદી જાહેર કરી

Gujarat Election 2022 ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. આ માટેની નોંધણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે 17 નવેમ્બર સુધી નામ પરત ખેંચી શકાશે. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે તમામ તાકાત લગાવી દીધી છે. એકબીજા પર આરોપ-પ્રત્યારોપ અને ટિકિટ માટે બળવાખોર વલણ પણ સામે આવી રહ્યું છે. 
 
કોંગ્રેસે 37 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે બુધવારે 37 ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે કુલ 179 ઉમેદવારો જાહેર કર્યા છે. તેણે સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે ત્રણ બેઠકો છોડી છે. એનસીપી ઉમરેઠ (આણંદ જિલ્લો), નરોડા (અમદાવાદ) અને દેવગઢ બારિયા (દાહોદ જિલ્લો)માં ચૂંટણી લડશે.  
 
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની અંતિમ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ છે. મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત પાલનપુરમાંથી મહેશ પટેલ, ગાંધીનગર ઉત્તરમાંથી વિરેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા શહેરથી જી.પરમાર અને કલોલમાંથી પ્રભાતસિંહને ટિકિટ આપવામાં આવી છે.    

કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી - 37 ઉમેદવારોના નામ કર્યા જાહેર
પાલનપુર -  મહેશ પટેલ 
દિયોદર -  શિવા ભુરિયા 
કાંકરેજ - અમૃત ઠાકોર
ઊંઝા - અરવિંદ પટેલ 
વિસનગર - કિરીટ પટેલ
બેચરાજી - ભોપાજી ઠાકોર
મહેસાણા - પી.કે. પટેલ
ભિલોડા - રાજુ પારઘી
બાયડ - મહેન્દ્રસિંહ વાઘેલા
પ્રાંતિજ - બહેચરસિંહ રાઠોડ
દહેગામ - વખતસિંહ ચૌહાણ
 ગાંધીનગર ઉત્તર - વિરેન્દ્રસિંહ વાઘેલા
વિરમગામ - લાખાભાઈ ભરવાડ
સાણંદ - રમેશ કોળી
નારણપુરા- સોનલબેન પટેલ
મણીનગર - સી.એમ. પટેલ
અસારવા - વિપુલ મુકુંદલાલ પરમાર
ધોળકા - અશ્વિન રાઠોડ
ધંધુકા - હરપાલસિંહ ચૂડાસમા
ખંભાત - ચિરાગ પટેલ
પેટલાદ - ડો. પ્રકાશ પરમાર
માતર - સંજય પટેલ
મહેમદાવાદ - જુવાનસિંહ ગાડાભાઈ
ઠાસરા - કાંતિભાઈ પરમાર
કપડવંજ - કાળાભાઈ ડાભી
બાલાસિનોર - અજીતસિંહ ચૌહાણ
લુણાવાડા - ગુલાબસિંહ
સંતરામપુર - ગેંદલભાઈ ડામોર
શેહરા - ખાટુભાઈ પગી
ગોધરા- રશ્મિતાબેન ચૌહાણ
કાલોલ - પ્રભાતસિંહ
હાલોલ -રાજેન્દ્ર પટેલ
દાહોદ - હર્ષદભાઈ નિનામા
સાવલી - કુલદીપસિંહ રાઉલજી
વડોદરા શહેર - ગુણવંતરાય પરમાર
પાદરા - જશપાલસિંહ પઢિયાર
કરજણ- પ્રિતેશ પટેલ