ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified શુક્રવાર, 18 નવેમ્બર 2022 (13:04 IST)

ગુજરાતમાં મોદી છે", ગોરખપુરના સાંસદ રવિ કિશને ચૂંટણી ગીત લોન્ચ કર્યું

ravi kishan
ભોજપુરી સુપરસ્ટાર અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશને ગુજરાતની ચૂંટણી માટે પહેલીવાર ગુજરાતી ભોજપુરી મિક્સ રેપ ગીત ગાયું છે. આજે આ ગીત સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત માટે રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા દેખાઈ રહી છે. તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર પણ છે. રવિ કિશનના ચાહકોને આશા છે કે આ ગીત ગુજરાતમાં રહેતા ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની જીભે ચઢી જશે. 
 
'ગુજરાત મા પ્રેમ છે કારણ કે ગુજરાતમાં મોદી છે' સોંગ
આ ગીતમાં રવિ કિશન પોતાની શૈલીમાં કહે છે કે ગુજરાતમાં મોદી છે. આખું ગીત આની આસપાસ આધારિત છે. જેમાં પીએમ મોદીની પ્રામાણિકતા, ભ્રષ્ટાચાર-કુટુંબવાદ સામેની તેમની નીતિની સાથે ગુજરાતના વિકાસ, ગાંધી, સરદાર પટેલનો વારસો, સોમનાથ દ્વારકાનો ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં રવિ કિશનનું ભોજપુરી રેપ સોંગ. યુપીમાં સબ બા..એ લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેના લોન્ચિંગના પહેલા જ દિવસે તેને સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મળ્યા હતા.
 
ગુજરાતમાં ચૂંટણી ક્યારે?
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.