સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 29 નવેમ્બર 2022 (08:51 IST)

સુરતમાં કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો, મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકાયો

Stone pelting at Kejriwal's road show in Surat,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ આસમાને પહોંચી ગયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો આક્ષેપો અને શબ્દ યુદ્ધ પણ જોવા મળી રહ્યું છે, ત્યારે કેજરીવાલના રો-શોમાં પથ્થમારો થયો હોવાની ઘટના સામે આવી છે. આજે સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ-શો યોજાયો હતો. આ દરમિયાન પથ્થરમારો થતાં ભાગદોડ મચી હતી.
Stone pelting at Kejriwal's road show in Surat,

ગુજરાતની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે સુરતના મહેમાન બન્યા હતા. તેમના રોડ-શોમાં પણ જનમેદની જોવા મળી હતી. સુરતમાં આવેલા મગનનગર-2માં અરવિંદ કેજરીવાલનો રોડ-શો ચાલી રહ્યું હતું. જોકે અચાનક આ રોડ-શોમાં પથ્થરમારાની ઘટના શરૂ થઈ હતી. તો ઘટના વધુ ન વણસે તે માટે પોલીસનો કાફલો પણ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

સુરતના કતારગામમાં લલિત ચોકડી પાસે આપની જનસભા યોજાઈ હતી. આ જનસભા 26મીને શનિવારે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી, ત્યારે અચાનક થયેલી પથ્થરમારાની ઘટના વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના દરમિયાન એક બાળકને પથ્થરનો ઘા વાગ્યો હતો અને તેની આંખમાં ઈજા થતાં તેને તુરંત હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો લલિત ચોકડી પાસે આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.તો અગાઉ સરથાણાના યોગી ચોકમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામે સામે આવી જતા મામલો બિચક્યો હતો. બંને પક્ષના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યા બાદ કારોમાં તોડફોડ કરી હતી, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Stone pelting at Kejriwal's road show in Surat,