શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2022 (13:43 IST)

આવતી કાલે પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાની હાજરીમાં ભાજપ કમલમમાંથી સંકલ્પપત્ર જાહેર કરશે

gujarat election
ગુજરાત આગામી ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર તૈયાર કરી નાખ્યું છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરાશે.ભાજપ સૌથી વધારે આરોગ્ય શિક્ષણ અને ઉદ્યોગિક નીતિ પર ભાર આપશે. આ ઉપરાંત ઔદ્યોગિક નીતિ ફેરફાર કરી વધુ સરળ બનાવાશે, પ્રવાસન પર ભાર મુકવામાં આવશે તેમજ આદિવાસી વિસ્તારોને વધુ મજબૂત કરવા નીતિ બનાવાશે.

આરોગ્યમાં મોબાઈલ ક્લિનિક પર ભાજપ ફોકસ કરી શકે છે. તાલુકા મથક સુધી સ્માર્ટ સ્કૂલ બનાવવા પર ભાર અપાશે.ભાજપ આવતીકાલે વર્ષ 2022 વિધાનસભાનું સંકલ્પ પત્ર જાહેર કરશે. ગાંધીનગર કમલમ ખાતેથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હાજર રહી શકે છે. તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ મંડવીયા પણ હાજર રહી શકે છે.