ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા સીટ
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2022 (10:50 IST)

Raj Samadhiala Village - ગુજરાતનું એક એવું ગામ જ્યાં જો લોકો મતદાન ન કરે તો દંડ, ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ

gujarat budget
ગુજરાતમાં એક એવું ગામ છે, જ્યાં રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. એટલું જ નહીં ગામનો કોઈ વ્યક્તિ મતદાન ન કરે તો તેને 51 રૂપિયા દંડ ભરવો પડે છે. ગામમાં આ નિયમ 39 વર્ષોથી છે. આ ગામમાં ગ્રામીણ લોકો પણ 100 ટકા મતદાન કરે છે.

રાજ્યના રાજકોટથી 20 કિલોમીટર દૂર આવેલા રાજ સમાધિયાલા ગામ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અહીં ગ્રામીણ લોકો ગ્રામ વિકાસ સમિતિ (VDC)ના નિયમોથી બંધાયેલા છે. જો ગ્રામજનો નિયમ તોડે તો દંડ પણ ભરવો પડે છે. આ નિયમમાં ચૂંટણી દરમિયાન મતદાન ન કરવાની બાબત પણ સામેલ છે. અત્યાર સુધી ગામમાં 100 ટકા મતદાન થતું રહ્યું છે. ગામના સરપંચનું કહેવું છે કે, દંડની જોગવાઈના કારણે 100 ટકા મતદાન થાય છે. રાજ સમાધિયાલા ગામમી કુલ વસ્તી 1700ની છે. આમાં લગભગ 995 મતદારો છે. તમામ ગ્રામીણ પોતાની મરજીથી મતદાન કરે છે. ગામવાસીઓએ એક સમિતિ બનાવી છે. આ સમિતિ મતદાનના થોડા દિવસ પહેલા ગામવાસીઓને બેઠક યોજે છે. જો કોઈ મતદાન ન કરે તો તેનું યોગ્ય કારણ જણાવવું પડે છે.

ગામમાં 1983થી રાજકીય પક્ષો તેમજ તેના ઉમેદવારોને પ્રચાર ન કરવાનો નિયમ છે અને આ અંગેની જાણકારી રાજકીય પક્ષોને પણ છે. નેતાઓ જાણે છે કે, ગામમાં પ્રચાર કરવા ગયા તો નુકસાન વેઠવું પડશે. એક સ્થાનિકનું કહેવું છે કે, જે નેતા સારું કામ કરે છે તે નેતાને જ ગામના લોકો મત આપે છે. કોઈપણ ઉમેદવારને બેનર, પોસ્ટલ લગાવવાની અને પત્રિકાનું વિતરણ કરવાની મંજુરી નથી.રાજ સમાધિયાલા એક હાઈટેક ગામ છે. ગામમાં ઈન્ટરનેટ તેમજ વાઈફાઈની સુવિધા છે. સીસીટીવી કેમેરા અને આરઓ પ્લાન્ટ પણ છે. આ સુવિધાઓના કારણે ગ્રામીણ લોકોનું જીવન સુવિધાજનક થઈ જાય છે. ગામની આ સુવિધાઓ જોઈ પડોશી ગામો પણ પ્રભાવિત થયા છે. એક સ્થાનિકે જણાવ્યું કે, પડોશના પાંચ ગામોમાં મતદાન ફરજીયાત કરાયું છે. એટલું જ નહીં કચરો ફેંકનારને પણ દંડ ફટકારાય છે.