શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. ગુજરાત બજેટ 2023
Written By
Last Updated : બુધવાર, 22 ફેબ્રુઆરી 2023 (16:29 IST)

AMCના બજેટ સત્રમાં અદાણી મુદ્દે હંગામો, વિપક્ષે કહ્યું શહેરના 10 ક્રિમ પ્લોટ સસ્તામાં આપી દેવાયા

gujarat assembly
અદાણીનો ગેસ પાઇપ લાઇન પેટે રૂપિયા 12 કરોડનો ટેક્સ બાકી છતાં કોઈ કાર્યવાહી નહીઃ શહેઝાદખાન પઠાણ
 
વિપક્ષના કાઉન્સિલરો પાકિસ્તાનના એજન્ટ તરીકે વર્તન કરી રહ્યાં છેઃ રેવેન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકિલ
 
AMCનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે બીજા દિવસે 9482 કરોડના જનરલ બજેટ પર ચર્ચા કરાઇ હતી.ચાલુ સત્રમાં અદાણી મુદ્દે હંગામો થતાં સત્ર એક કલાક માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ મુદે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા હતા અને એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ભોજન બાદ મળેલા સત્રમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ અને જૈનિક વકીલે તેમના એજન્ટ શબ્દ મુદ્દે માફી માંગી હતી અને ફરી બજેટ સત્રની શરૂઆત થઇ હતી .
 
વિપક્ષે કહ્યું AMCએ અદાણી કંપનીને ફાયદો કરાવ્યો
AMCના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, AMC દ્વારા અદાણી કંપનીને ફાયદો કરવામાં આવ્યો છે. અદાણી કંપનીને સીએનજી ગેસ સ્ટેશન માટે જમીન ફાળવણી કરાઇ હતી. શહેરમાં 10 ક્રીમ વિસ્તારમાં આવેલા કરોડો રૂપિયાની કિંમતના પ્લોટ માત્ર નજીવી કિંમત અને સ્કીમના નામે અદાણી કંપનીને ગેસ પંપ માટે આપી દેવાયા છે. અદાણી ગેસ પાઇપ લાઇન પેટે રૂપિયા 12 કરોડનો ટેક્સ બાકી છે, છતાં સત્તા પક્ષ અને એએમસીએ કેમ અદાણી સામે કાર્યવાહી કરી નથી. સામાન્ય નાગરિકોના બાકી ટેક્ષ મામલે તેમના એકમ સીલ કરવામાં આવી રહ્યા છે.
 
વિપક્ષના કાઉન્સિલરો પાકિસ્તાનના એજન્ટઃ જૈનિક વકિલ
વિપક્ષે કરેલા આરોપ પર રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે વળતો જવાબ આપતા કહ્યુ હતુ કે, વિપક્ષ ખોટી માહિતી આપી રહ્યું છે. અદાણી કંપનીના ટેક્ષનો મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે. જેથી કોઇ ચર્ચા કરવાનો કે આરોપ લગાવો પ્રશ્ન જ ઉભો થતો નથી. વિપક્ષના કાઉન્સિલરો પાકિસ્તાનના એજન્ટ તરીકે વર્તન કરી રહ્યા છે. કોંગ્રેસ વિદેશી હાથો બની રહી છે. દેશમાં આર્થિક તંત્રને ખોટ આપવાનું કામ કોંગ્રેસ દેશમાં કરી રહી છે.