ખુમારી, ખમીર, સાહસિક, વતન પરસ્‍ત કચ્‍છી માડુઓનું નવુ વર્ષ, અષાઢી બીજ

વેબ દુનિયા|
P.R

તા.૧૦ને અષાઢી બીજના રોજ કચ્‍છ માડુઓ નવા વર્ષની ઉજવણી કરશે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભકામના પાઠવશે.

સિંઘ અને ગુજરાતને વેરાન દ્વારા જોડતો અને બાકીની ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ કચ્‍છ પ્રદેશ કુદરતની કોઇપણ કૃપાથી વંચિત એટલે ઓછો વરસાદ ખેતીવાડીની નહિવત સગવડ અને ઉદ્યોગ ધંધાની સવલત ન હોવાને કારણે વર્ષોથી ઉપેક્ષિત રહેવા પામેલ અને સ્‍થાનિક રોજગારીની કોઇ તકો ન રહેતા કચ્‍છીઓમાં વિકાસ પામ્‍યો. આનેક ારણે કુદરતે આપેલ દરિયાઇ ભૌગોલિક પરિબળની દિશા પોતાનું અસ્‍તિત્‍વ ટકાવવા ધંધા-રોજગારની તકો શોધવા વિચારતો કર્યો. આ રીતે યુગો પહેલા કચ્‍છી દરિયાઇ વહાણવટુ તથા વિદેશ વેપાર-રોજગાર માટે દરિયા પારના દેશોમાં આવતો જતો થયો. ભલે અભણ હોવા છતાં વ્‍યવહારિક બુધ્‍ધિ અને કોઠાસુઝના કુદરતી ગુણને કારણે કચ્‍છી વેપારીઓ આફ્રિકા, અરબસ્‍તાન છેક દુર પુર્વના દેશોમાં પોતાની વેપારી પેઢીઓ સ્‍થાપી શકયા.


આ પણ વાંચો :