પાંડવોની નગરી: વડનગર

વેબ દુનિયા|
P.R
મહેસાણા જીલ્લાનું મહત્વનું શહેર છે. વડનગરને પહેલાંના સમયમાં આનર્તપુર, આનંદપુર, ચમત્‍કારપુર એવા નામે પણ ઓળખવામાં આવ્‍યું છે. એક સમયે તે આ પ્રદેશની રાજધાની હતું. સમૃદ્ધિ ઉપરાંત વિદ્વતા, કળા ખાસ કરીને નૃત્‍ય અને સંગીત માટે તે ખુબ જ જાણીતું હતું.

ખુબ જ જુનો છે. કહેવાય છે કે પાંડવકાળમાં ત્યાં પાંડવો વસવાટ કરતાં હતાં. વડનગર આખુ પુરાતત્વ અવશેષોથી ભરેલું છે. ત્યાં ગમે તે જગ્યાએ ખોદકામ કરતાં જમીનમાંથી કંઈકને કંઈક અવશેષો મળી આવે છે. અત્યાર સુધી વડનગરની જમીનમાંથી ખોદકામ દરમિયાન કેટલાયે પ્રકારના પુરાતત્વો મળી આવ્યાં છે જે આ વાતની સાબિતી આપે છે કે વડનગર પહેલાંના સમયમાં એક મહાન અને મહત્વનું નગર હશે.
P.R

વડનગર મંદિર અને તળાવનું જ શહેર કહેવાય છે. ત્યાં ઠેર ઠેર તળાવ અને મંદિરો આવેલા છે. એક લોકવાયકા પ્રમાણે પહેલાંના સમયમાં વડનગરમાં આવેલ દરેક તળાવમં નાહિને દરેક મંદિરના દર્શન માત્ર સવારથી સાંજનો સુર્ય ડુબ્યાની પહેલાં જે કરતું તેને ભગવાનના ઘરે સદેહે જવા મળતું હતું.
વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરના શિવલીંગની પૂજા કૃષ્ણ ભગવાને જ્યારે ભક્ત નરસિંહ મહેતાના પુત્ર શામળના વિવાહમાં આવ્યા ત્યારે કરી હતી.

એવું કહેવાય છે કે અકબર રાજાના સમયમાં મહાન ગાયક કલાકાર તાનસેને દીપક રાગ ગાયો હતો અને તેના આખા શરીરની અંદર બળતરા શરૂ થઈ ગઈ હતી. તેની અંદરની આ જ્વાળાને શાંત કરવા માટે વડનગરની અંદર રહેતી તાના-રીરી નામની બે બહેનોએ મેઘ-મલ્હાર રાગ ગાઈને તેની અંદરની બળતારાને શાંત કરી હતી. આજે પણ તેમની સ્મારક એવી તેમની સમાધિ ત્યાં છે જ્યાં દર વર્ષે સરકાર તરફથી એક મેળાનું આયોજન થાય છે અને આ મેળાની અંદર શાસ્ત્રીય સંગીતકારો ભાગ લઈને તાના અને રીરીને સંગીતાજલિ આપે છે.
આ ઉપરાંત ત્યાં અર્જુન બારી નામનો એક દરવાજો પણ છે જેની પર વડનગરની ભવ્યતાનો ઉલ્લેખ છે. વડનગરના મોટા ભાગના સ્મારકો તો હવે લગભગ નષ્ટ થઈ ગયાં છે.


આ પણ વાંચો :