શરદબાગ પેલેસ કે જ્યા કચ્છની સૌ પ્રથમ લિફ્ટ નાખવામાં આવી હતી

વેબ દુનિયા|
P.R

કચ્છના અનેક રાજવીઓના ઐતિહાસિક વૈભવનો સાક્ષી, સામે આવેલા ખેંગારજી પાર્કની નજીક અને કચ્છના છેલ્લાં રાજવી જે જેમનું નિધન ૧૯૯૧માં યુનાઈટેડ કિંગડમ ખાતે થયું એવા મહારાવ શ્રી મદનસિંહજી સાહેબની રાજવાટિકા તરીકે ઓળખાતું આ ઔષધી અને જડીબુટ્ટીઓથી છલકાતું લીલુંછમ્મ બાગ માત્ર કચ્છ જ નહીં, પરંતુ દેશદેશાંતરમાં બોટોનીકલ ગાર્ડન તરીકે ખ્યાતિ પામ્યું હતું અને મદનસિંહજી મહારાવના મૃત્યુ બાદ આ રાજમહેલને પેલેસમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મહારાવ મદનસિંહજીએ કચ્છને જેવી અનોખી અને અમૂલ્ય ભેટ આપી છે અને છેલ્લાં અનેક વર્ષોથી એક આદર્શ પરિયોડિકલ મ્યુઝિયમ તરીકે આયના મહેલે દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને આશરે ૧૫ લાખથી વધુ સહેલાણીઓએ આ મહેલની મુલાકાત લીધી હતી એ બધુ તો આપણે અગાઉ જ આયના મહલની મુલાકાત લીધી હતી ત્યારે જાણી લીધું હતું.


આ પણ વાંચો :