ગુજરાતનું અભયારણ્ય - જાંબુઘોડા ...

jambughoda
Last Modified મંગળવાર, 17 એપ્રિલ 2018 (11:26 IST)
જંગલો, ઝરણાં, નદીનાળાં, ધોધ, તળાવો, જૂના જમાનાના અવશેષો, મંદિરો આવાં સ્થળોએ ફરવાની મઝા કંઇ ઓર જ છે.

ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. અહીં તેનું બોર્ડ મારેલું છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝંડ હનુમાન વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે.
jambughoda
જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે.
કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત ૩ કી.મી. દૂર છે. રસ્તો સાંકડો અને ઠીકઠીક છે પણ ગાડી જઈ શકે એવો છે. અહીં બાંધેલા ડેમથી પાણીનું બહુ જ મોટું વિશાળ સરોવર રચાયું છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. નિઃશબ્દ વાતાવરણ છે. ડેમ આગળ ઉભા રહીને કુદરતનો આ નઝારો જોવાનું ગમે એવું છે.

જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજોની વ્યવસ્થા છે. ચાંપાનેર અને પાવાગઢ સારી રીતે જોવું હોય તો બે દિવસ ફાળવવા જોઈએ.


આ પણ વાંચો :