વર્ષ 1950માં વડનગર, મહેસાણા, ગુજરાતમાં ખૂબ જ સાધારણ પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી આજે દેશના પ્રધાનમંત્રી છે. એક ચા વેચનારો ભવિષ્યમાં પીએમ પણ બનશે એ કોઈએ વિચાર્યુ નહોતુ. પણ પ્રધાનમંત્રી મોદી અને તેમની ચા છેલ્લા કેટલાક સમયમાં ચર્ચામાં રહી છે. મોદીનુ બાળપણ ખૂબ જ રસપ્રદ રહ્યુ હવે દેશના દરેક નાગરિકને એ જોવા અને સમજવાની તક મળી રહી છે અને એ પણ માત્ર 600 રૂપિયામાં. જી હા, ગુજરાત ટુરિઝમ તમને મોદીનુ ગામ ફેરવવાની ઑફર લાવ્યુ છે. 
				  										
							
																							
									  
	 
	ઓફરમાં શુ શુ હશે ? 
	 
	તમે માત્ર 600 રૂપિયા ખર્ચ કરીને એ જાણી શકો છો કે પીએમ મોદીનો જન્મ ક્યા થયો. તેઓ ચા ક્યા વેચતા હતા. તેમણે હાઈસ્કૂલ ક્યાથી કરી. એટલુ જ નહી તમે તેમના ક્લાસમેટને પણ મળી શકો છો. ગુજરાત પર્યટન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) ની પાર્ટનર અક્ષય ટ્રેવલ્સ પ્રાઈવેટ લિમિટેડ તરફથી આ ઑફર આપવામાં આવી છે. તેમા દર રવિવારે તમને અમદાવાથી મોદીના વિલેજ સુધી ફેરવવામાં આવશે. આ ટૂરનુ નામ 'એ રાઈઝ ફ્રોમ મોદીઝ વિલેજ' મુકવામાં આવ્યુ છે.  
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	સવારે આઠ વાગ્યે શરૂ થશે ટૂર 
	 
	ટૂર અમદાવાદ અને ગાંધીનગરથી સવારે 8 વાગ્યે શરૂ થશે. સફર દરમિયાન સૌ પહેલા મોઘેરા સ્થિત સૂર્ય મંદિરના દર્શન થશે.  ત્યારબાદ બપોરે 12.30 વાગ્યા સુધી ટૂર વડનગર પહોંચશે. અહી પહોંચતા મુસાફરોને ટ્રેડિશનલ ગુજરાતી થાળીમાં લંચ પીરસવામાં આવશે.  ત્યારબાદ શરૂ થશે મોદીના ગામની મુસાફરી. 
				  																		
											
									  
	 
	હવે આવશે મોદીનું ઘર 
	 
	- મોદીનું ઘર : વડનગરમાં લંચ પછી સૌ પહેલા મુસાફરોને નરેન્દ્ર મોદીના ઘરે લઈ જવામાં આવશે. અહી પીએમનો જન્મ થયો હતો. 
				  																	
									  
	-પ્રાઈમરી શાળા : ત્યારબાદ આવશે મોદીની પ્રાઈમરી શાળા - વડનગર પ્રાથમિક કુમાર શાળા. અહીથી મોદીએ પોતાની સ્કૂલિંગ કરી. 
				  																	
									  
	- મોદીની હાઈસ્કૂલ : ત્રીજા પડાવમાં આવશે મોદીની હાઈસ્કૂલ - આ એ જ સ્થાન છે જ્યા તેમને અનેક નાટકોમાં ભૂમિકા ભજવી. 
				  																	
									  
	- પછી મળશો મોદીના ક્લાસમેટ : હાઈસ્કૂલથી નીકળ્યા પછી મુસાફરોને મોદીના ક્લાસમેટને મળવાની તક મળશે. જે તમને મોદીના રોમાંચક કિસ્સા સંભળાવશે.  તમારા તમામ પ્રશ્ન નએ તેના જવાબ આ ટૂરને તમારા જીવનની યાદગાર ટૂર બનાવી દેશે. 
				  																	
									  
	- હટકેશ્વર મંદિર - મોદીના ક્લાસમેટને મળ્યા પછી 17મી સદીના હતકેશ્વર મંદિરના દર્શન કરાવવામાં આવશે. મોદી અહી પ્રાર્થનાના સમયે આવતા હતા અને ડ્રમ વગાડતા હતા. 
				  																	
									  
	-હેરિટેઝ ગેટ્સ : ત્યારબાદ મુસાફરોને હેરિટેઝ ગેટ્સ લઈ જવામાં આવશે. 
	- બુદ્ધ પ્રતિમાના દર્શન : આગલો પડાવ રહેશે બુદ્ધ પ્રતિમાના દર્શન. 
				  																	
									  
	- શર્મિષ્ઠા લેક : ત્યારબાદ વડનગરનુ જાણીતુ શર્મિષ્ઠા લેક ફેરવવામાં આવશે. અહી મગરમચ્છનો બેડો જોવા મળશે. 
				  																	
									  
	- રેલવે સ્ટેશન : આ એ જ સ્થાન છે જ્યા મોદી પોતાના પિતા સાથે શરૂઆતના દિવસોમાં સ્ટોલ પર ચા વેચતા હતા.  આજે પણ અહી ટી સ્ટૉલ છે. 
				  																	
									  
	 
	સાંજે 6 વાગ્યે ખતમ થશે ટૂર 
	 
	એક દિવસમાં મોદીનુ આખુ ગામ ફર્યા પછી સાનેજ 6 વાગ્યે ટૂર ખતમ થશે. અહી પરત મુસાફરોને અમદાવાદ અને ગાંધીનગર લઈ જવામાં આવશે. 
				  																	
									  
	 
	કેવી રીતે બુક કરાવી શકો છો ટૂર 
	 
	તમે અક્ષર ટ્રવેલ્સ પ્રાઈવેટ લિમિટેડની વેબસાઈટ પર જઈને ટૂર વિશે માહિતી મેળવી શકો છો. કંપની ફક્ત રવિવારના દિવસે ટૂર પર લઈ જશે. આ ટૂરનો ચાર્જ પ્રતિ વ્યક્તિ 600 રૂપિયા છે. પહેલા તમારે અમદાવાદ પહોંચવુ પડશે. ત્યારબાદ અહીથી એસી બસથી વડનગર સુધીની યાત્રા શરૂ થશે.  
				  																	
									  
	 
	ફોન નંબર : +91-79- 2644 0626 / 2656 0637 / 2656 0360 / 2644 5037
	ટોલ ફ્રી નંબર -  1800 233 9008
				  																	
									  ફોટો સૌજન્ય - અક્ષર