શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 8 ઑક્ટોબર 2017 (10:33 IST)

વડનગર મોદીના સ્વાગત માટે તૈયાર છે, વડનગરમાં રોડ શો

ગુજરાત મુલાકાતનો બીજો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગર તેમના વતન આવ્યા... 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૮ ઓકટોબર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. બીજા દિવસે  વડાપ્રધાન મોદી પ્રથમવાર વડનગર પધાર્યા છે.વડનગર તેઓ રૂ. 600 કરોડના ખર્ચે નિર્માણપામેલા હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી આ સાથે મિશન ઈન્ટેંસિફાઈન્ડ ઈન્દ્રધનુષનું લોચિંગ પણ કરનાર છે. વડનગરમાં વડાપ્રધાન મોદીના રોડ શો કરશે
 
વડાપ્રધાન બન્યા પછી મોદી પ્રથવાર તેમના વતન વડનગર આવ્યા છે. બપોરે પછી મોદી  ભરૂચ પાસેના ભડભૂત ગામે નર્મદા નદી પરના બેરેજ ઓવરનું શિલાન્યાસ કરશે અને સુરતના ઉધના સ્ટેશનેથી  બિહાર જનાર અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવશે. બપોર પછી ત્રણ વાગે મોદી વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. છેલ્લાં 30 દિવસમાં મોદી ત્રીજીવાર ગુજરાત આવ્યા છે.
 
વડનગર હાઇવે પર ભાઇઓ અને બહેનો પરંપરાગત ડ્રેસ ધારણ કરી ગુલાબની પાંખડીઓથી તેમનું સ્વાગત કર્યું. રોડશોમાં ભારે જનમેદ ઉમટયું. વડનગરમાં વડાપ્રધાનનું ઢોલ, નગારા, શરણાઇ વગાડીને સ્વાગત કર્યું 

મોદી તેમની શાળાએ પહોંચ્યા જ્યાં તેને 10મા ઘોરણ સુધી અભ્યાસ કર્યુ 
મોદીએ સરકારી શાળાથી અભ્યાસ કર્યુ છે. 
10.00-મોદી હાટકેશ્વર મહાદેવ મંદિરે જઇ મહાપૂજા કરી.
10.30- મહાપૂજા પૂરી કરી.