મોદીજી પહોંચ્યા આશાપુરા મંદિરમાં... જાણો આશાપુરા મંદિરનુ મહત્વ...
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમા પર છે.. હંમેશા સહેલાઈથી જીતનારી બીજેપીને આ વર્ષે મહેનત કરવી પડશે.. તેથી જ તો નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટ્ણી પ્રચારની શરૂઆત કરતા પહેલા ગુજરાતના કચ્છના માતા આશાપુરાના મંદિરમાં આશીર્વાદ લેવા આવી પહોંચ્યા.. એવુ કહેવાય છે કે આ મંદિરમાં જે લોકો માનતા રાખે છે તેમની આશા ચોક્કસ પુરી થાય છે... તો જોઈએ હવે મા આશાપુરા મોદીજીની આશા પુરી કરે છે કે નહી.. આવો જાણો મંદિરનું મહત્વ
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય(વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી.
તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો.
1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ 2001માં આવેલા મહાવિનાશકારી ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે.
