શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 11 જાન્યુઆરી 2017 (15:21 IST)

મોદીજી કેવી રીતે માનીએ તમારી વાત, ઓટો, રિયલ એસ્ટેટ, RBI અને એસએમઈના આંકડા નેગેટિવ અસર બતાવે છે

1. બેંકોની ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના નીચલા સ્તર પર 
2. ઓટો સેલ્સમાં 16 વર્ષનો સૌથી મોટો ઘટાડો 
3. રિયલ એસ્ટેટની 44% ટકા પડ્યા સેલ્સ 
 
નોટબંધીના પ્લાનને 60 દિવસ થઈ ચુક્યા છે. મોદી સરકારની 50 દિવસની ડેડલાઈન પણ પૂરી થઈ ગઈ છે. પણ અત્યાર સુધી આ સ્પષ્ટ નથી થયુ કે નોટબંધીની શુ અસર થઈ. ફાઈનેંસ મિનિસ્ટર જ્યા ઈનડાયરેક્ટ ટેક્સમાં વધારાના આંકડા આપીને આ સાબિત કરવામાં લાગ્યા છે કે નોટબંધીની કોઈ નેગેટિવ અસર નથી થઈ. બીજી બાજુ ઓટો રિયલ એસ્ટેટ આરબીઆઈ અને એસએમઈના આંકડા મોદી સરકારની વાતોને ખોટા પાડી રહ્યા છે. આવામાં આ સવાલ ઉભો થાય છે કે જે ઈંડસ્ટ્રી અને લોકો સીધા નોટબંધીથી પ્રભાવિત થઈ રહ્યા છે અને તે નેગેટિવ ઈમ્પૈક્ટની વાત કરી રહ્યા છે તો આવામાં સરકારનો દાવો કેવી રીતે યોગ્ય માનવામાં આવે. 
 
બેંકોની ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના લો લેવલ પર 
 
- આરબીઆઈના આંકડા મુજબ 23 ડિસેમ્બરના રોજ બેંકોનો ક્રેડિટ ગ્રોથ પડીને 5.1 ટકા પર આવી ગયો જે પાછલા અનેક દસકોના લો લેવલ પર છે. 
 
- ઈકોનોમિસ્ટસ ના મુજબ બેંકોની ક્રેડિટ ગ્રોથમાં આટલો ઘટાડો ખૂબ ચિંતાની વાત છે. 
- ઈકોનોમિસ્ટના મુજન ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના લો લેવલ પર છે. 
 
ઓટો સેલ્સમાં 16 વર્ષનો સૌથી મોટો ઘટાડો 
 
-કોઈપણ ઈકોનોમીની સ્થિતિને સમજવા માટે ઓટો સેક્ટરના ગ્રોથને ખૂબ મુખ્ય માનવામાં આવે છે પણ મંગળવારા રોજ રજુ ઓટોમોબાઈલ કંપનીઓના સેલ્સના આંકડા ઈકોનોમી માટે ખૂબ ગંભીર સંકેત આપી રહ્યા છે. 
 
- સોસાયટી ઓફ ઈંડિયા ઓટોમોબાઈલ મૈન્યુફેક્ચર્સના મુજબ ડિસેમ્બરમાં સેલ્સ 16 વર્ષના લો લેવલ પર આવી ગઈ છે. 
- સીઆમના ડીજી વિષ્ણુ માથુરે કહ્યુ, "બધી કેટેગરીઝની ટોટલ સેલમાં ડિસેમ્બર 2000ના પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે.  એ સમયે સેલ્સમાં 21.81 નો ઘટાદો નોંધવામાં આવ્યો હતો." 
-નોટબંધીને કારણે કંજ્યૂમર સેટીમેંટ નેગેટિવ થઈ ગયો છે. ડિસેમ્બરમાં ટોટલ વ્હીક્લ્સ સેલ્સમાં 18.66% નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. 
 
રિયલ એસ્ટેટની સેલ 44% ગબડી 
 
-રિયલ એસ્ટેટ સેક્ટરની એજંસી નાઈટ ફ્રેંકની મંગળવારે રજુ થયેલ રિપોર્ટ ઈંડિયા રિયલ એસ્ટેટમાં કહેવામાં આવ્યુ છે કે નોટબંધીને કારણે આ સેક્ટરને ખૂબ નુકશાન થયુ. 
- નોટબંધી નિર્ણયને કારણે ઈંડસ્ટ્રીના વેચાણમાં લગભગ 44 ટકાનો ઘટાદો થયો છે. જેને કારણે ઈંડસ્ટ્રીને અત્યાર સુધી લગભગ 26000 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ.