ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: રવિવાર, 26 નવેમ્બર 2017 (09:34 IST)

આજે મોદીજી કે મનકી બાત, ચાયકે સાથ' કાર્યક્રમમાં જોડાશે આ નેતાઓ

આજે મોદીજી કે મનકી બાત, ચાયકે સાથ' કાર્યક્રમમાં જોડાશે આ નેતાઓ 
આજે આખા રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મનકી બાત ચાયકે સાથ' કાર્યક્રમ યોજાશે ... અધ્યક્ષ અમિત શાહ, પેજ પ્રમુખ અને કાર્યકરો સાથે હાજર રહી અહીં તેઓ બધાકાર્યક્રમને રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠક વિસ્તારોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ૫૦૦૦૦થી વધુ લોકો જોડાઈને સાંભળશે.
 
આજે અમદાવાદ સહિતનાં રાજ્યમાં ૫૦ હજારથી વધુ બુથોમાં સમૂહ શ્રવણનો આ કાર્યક્રમ યોજાશે. જેમાં શક્તિકેન્દ્રનાં તમામ કાર્યકરો, બુથના પ્રમુખો, પેજ પ્રમુખો, વિવિધ સમાજનાં આગેવાનો પણ સાથે જોડાશે.
 
અમદાવાદમાં અમિત શાહ ઉપરાંત રાષ્ટ્રીય સહસંગઠનમંત્રી વી.સતીષજી અસારવામાં, પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ દાણીલીમડા, ઓમ માથુર સાબરમતી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા જોધપુર ખાતે સવારે ૧૦-૩૦ વાગ્યે કાર્યક્રમમાં હાજર રહેશે.
 
મુખ્યમંત્રી રૂપાણી  જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાના કાર્યક્રમમાં જોડાશે.
 
આ સિવાય વટવામાં ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ અન્ય કેટલાક નેતાઓ જુદા-જુદા વિસ્તારોના બુથોમાં ઉપસ્થિત રહેશે.
 
તો સાંસદ પરેશ રાવલ રાજકોટમાં ઉપસ્થિત રહેશે,પીયુષ ગોયલ પોરબંદરમાં, સ્મૃતિ ઇરાની જુનાગઢમાં, મનોજ તિવારી સુરતમાં, જીતુ વાઘાણી ભાવનગરમાં, લીંબડીમાં પરસોતમ રૂપાલા, તાલાળામાં મનસુખ માંડવીયા, જામનગર સાઉથમાં, શ્રીચંદ ક્રિપલાણી બોટાદમા આ કાર્યક્રમમાં જોડાશે