બુધવાર, 8 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2023 (17:13 IST)

Indori Poha: પોહા ખાવાના શોખીન છો તો જરૂર ટ્રાઈ કરો ઈંદોરના આ જગ્યાઓ

Indori Poha
Indore Famous Street Food: અમારા દેશનુ ખાન પાન અમારી ધરોહર છે. તમને જાણીને ચોકશો કે ભારત જેવો સંપન્ન દેશ કદાચ દુનિયામાં ક્યાંક હોય. આવુ તેથી કારણ કે ખાવામાં આટલા વધારે ઑપ્શન કદાચ ક્યાં હોય. ઇન્દોર, જે શહેર સ્વચ્છતામાં નંબર 1 છે, તે પોહાના સ્વાદ માટે પણ પ્રખ્યાત છે.
 
Best Poha in Indore: સમૃદ્ધ ઈતિહાસ અને તીવ્રતાથી ઔદ્યોગીકરણની સાથે ઈંદોર (Indore) તેના કપાસ, હેન્ડલૂમ ઉદ્યોગ, ભવ્ય મંદિરો અને મહેલો સાથે તેની સાથે સ્ટ્રીટ ફૂડ માટે પણ પ્રખ્યાત છે. ખાણી-પીણીની વાત કરીએ તો ઈન્દોરની ઓળખ જણાવવી મુશ્કેલ છે કે અહીં ખાવાના શ્રેષ્ઠ વિકલ્પો ક્યાં મળશે. કારણકે આખુ શહેર તે મસાલેદાર સ્વાદના શોખીન અને તેમના ખાસ ઠેકાણાઓથી ભરેલું છે. હવે વાત કરીએ કેટલીક જગ્યાઓની જ્યાં મોટી મોટી હસ્તીઓ પણ સ્વાદ ચાખવા આવે છે. 
 
ઈન્દોરી સેંવ હોય કે પોહા, ઈન્દોરના દરેક વિસ્તારમાં તેની એક કરતાં વધુ દુકાનો છે. તેમાંથી પણ કેટલીક દુકાનો એવી છે જ્યા પોહા અને સેવના ઘણા ઑપ્શસ છે. અહીંથી વિદેશો પણ આ વસ્તુઓ એક્સપોર્ટ કરાય છે. આ જ રીતે ઈંદોરી સ્વાદના જાદૂ ત્યાં ના લોકોની જીભ પર ચઢીને બોલે છે. 
 Indore Food Market 56 Bajar- છપ્પન બજાર 
ઈંદોર તેમની સ્વાદિષ્ટ નમકીન માટે જાણીતું છે. ઈન્દોરનું છપ્પન બજાર સૌથી પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ હબ છે. જે 2021 માં 'ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ' ટેગ સાથે એનાયત કરવામાં આવ્યો હતો. આ સ્ટ્રીટ ફૂડ હબમાં બરાબર 56 દુકાનો છે. આ છપ્પન બજાર સાતેય દિવસ સવારે 7:30 થી 11:30 સુધી ખુલ્લું રહે છે.
 
ઈન્દોરમાં હેડ સાહબ કે પોહે (Head Sahab Ke Pohe) નામની દુકાન પોહા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય સૈની ઉસલ પોહા (Saini Ussal Poha)  નામની દુકાન પણ ખૂબ પ્રખ્યાત છે.