Saputara  : ગુજરાતનુ એકમાત્ર હિલસ્ટેશન  
                                       
                  
				  				  
				   
                  				  સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. 				  
				  
Saputara- આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે, પરંતુ કુદરતનું સાચુ રૂપ તમને માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલુ એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે. 				  
				  સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવુ બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સવલત મળે તેવુ આયોજન ઘડી રહી છે. . 				  										
							
																							
									  
	સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન ૨૮ ડિગ્રી સેલ્શિયસથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.
				  
	 
	ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્ભૂત દ્રશ્ય જોવા મળે છે.
				  
				  
જેમા એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.				  																			
						
						 
							
 
							 
																																					
									  
	સાપુતારાનું સરોવર માનવસર્જીત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, થીયેટર્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહીઓ માટે શ્રેષ્ઠ છે. ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે.
	
				  
				  
	 
	સાપુતારામાં સરોવરોની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે તેમ તેની આસપાસ ૫૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.
				  																		
											
									  
				  કેવી રીતે ત્યાં જશો  ?
સડક માર્ગેઃ વઘઈ શહેર 51 કિ.મી. દૂર આવેલું છે. અમદાવાદ: 409 કિમી દૂર છે. સુરત: 164 કિમી દૂર છે. મુંબઇ: 250 કિમી દૂર છે. વડોદરા: 309 કિમી દૂર છે. રાજ્ય પરિવહન બસો અને વઘઈ અને અમદાવાદથી ખાનગી લક્ઝરી કોચ ઉપલબ્ધ છે. તમે ખાનગી કાર લઈને આવતા હો તો, નેશનલ હાઇવે કરતાં ઝડપી હોય છે, પણ રાજ્ય ધોરીમાર્ગ ઇચ્છા એક stunningly મનોહર ડ્રાઈવ તક આપે છે શકે છે.				  
				  રેલ માર્ગે: સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલવેના બિલિમોરા-વઘઈ નેરો ગેજ વિભાગ પર વઘઈ છે. સુરત થઈને અથવા અમદાવાદ થઈને અથવા તો મુંબઇ ગુજરાત આવતા લોકો માટે, બિલિમોરા એ સૌથી સગવડભર્યું રેલવે મથક છે, અને એક સીધી બસ સેવા ઉપલબ્ધ છે.
હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું એરપોર્ટ 309 કિલોમીટર દૂર વડોદરા છે.				  
				  																	
									  
	
		સાપુતારા ગુજરાતનું હોવા છતાં અમદાવાદ કરતાં મુંબઇથી વધારે નજીક છે. સમુદ્રથી ૧૦૮૩ મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘટાટોપ જંગલો વરચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સા
		પુતારા જાણીતું બન્યું છે.
 				  																	
									  
		 
		સાપુતારા શબ્દનો અર્થ સાપનું ઘર એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
 				  																	
									  
		 
		ભગવાન રામે તેના વનવાસ દરમિયાન અહીં કેટલોક સમય ગાળ્યો હોવાની પણ ધાર્મિક માન્યતા છે. ત્યાં એક સરોવર છે અને તેમાં નૌકાવિહારની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં સ્થાનિક કારીગરોએ બનાવેલી વાંસની સામગ્રી ખરીદવા જેવી છે. 
 				  																	
									  				  
				  
		
			વાંસદા નેશનલ પાર્ક - 24  ચોરસ કિલોમીટરના નાનકડા વિસ્તારમાં ફેલાયેલો વાંસદા નેશનલ પાર્ક મૂળ તો વાંસદાના રાજાનું પ્રાઇવેટ જંગલ હતું. ગાઢ પ્રકારના આ જંગલનું મુખ્ય આકર્ષણ દીપડા છે.
  				  																	
									  
			 
			પૂર્ણા સેન્ચૂરી - 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું પૂર્ણાઅભયારણ્ય મૂળ તો વેસ્ટર્ન ઘાટનો એક ભાગ છે. રસ્તાની બન્ને બાજુ ઊભેલા વાંસના છોડ આકર્ષણ જન્માવે છે.
 				  																	
									  
			
			સન રાઇઝ અને સન સેટ - વઘઇથી સનરાઇઝ પોઇન્ટ દોઢ કિલોમીટરના અંતરે આવેલો છે. આ પોઇન્ટ વેલી વ્યૂ પોઇન્ટ તરીકે પણ ઓળખાય છે. સૂર્યાસ્ત જૉવા માટે કોઇ ચોક્કસ સ્થળે જવાની જરૂર નથી. જંગલના કોઇ પણ ભાગમાંથી સૂર્યાસ્તનો અદ્વિતીય નજારો જોવા મળશે.
 				  																	
									  
			 
			રોપ-વે - ત્યાંની એક સ્થાનિક હોટેલ સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી કરાવે છે.
 				  																	
									  
			 
			ગીરા ધોધ- ડાંગ ગયા હોઇએ અને ગીરા ધોધ ન જોવાય એ કેમ ચાલે! સાપુતારાથી ગીરા બાવન કિલોમીટર દૂર છે.