રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2024 (15:04 IST)

ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ તેનું ઑનલાઇન વેરિફિકેશન કઈ રીતે કરવું? ન કરો તો શું દંડ થાય?

ઍસેસમેન્ટ યર 2024-25 માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની ડૅડલાઇન નજીક આવી રહી છે. 31 જુલાઈ એ તેના માટે છેલ્લો દિવસ છે.
 
ટૅક્સ રિટર્નને નિયત ડેડલાઇનની અંદર ફાઇલ કરવાનું હોય છે. જોકે, માત્ર રિટર્ન ફાઇલ કરવાથી જ કામ પૂર્ણ થઈ જતું નથી. તેને ફાઇલ કર્યા બાદ 30 દિવસની અંદર તેનું વેરિફિકેશન પણ કરાવવાનું હોય છે.
 
પહેલાં આ ડૅડલાઇન 120 દિવસની હતી જેને હવે 30 દિવસની કરી દેવામાં આવી છે.
 
જો કરદાતાઓ રિટર્ન ફાઇલ કરે છે પણ તેને નિયત તારીખ પહેલાં વેરિફાઈ કરાવતાં નથી, તો તેમનું રિટર્ન માન્ય ગણવામાં આવતું નથી.
 
ઇન્કમટૅક્સ ડિપાર્ટમેન્ટ તેનું ઇ-વેરિફિકેશન કરવાના અનેક રસ્તાઓ દર્શાવે છે.
 
તો ચાલો જોઈએ કે કઈ રીતે રિટર્ન ભર્યા બાદ તેનું ઇ-વેરિફિકેશન કરી શકાય.
 
ઇ-વેરિફિકેશન સુવિધા એ ઇ-ફાઇલિંગ પોર્ટલના રજિસ્ટર્ડ અને નોન-રજિસ્ટર્ડ બંને પ્રકારના યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
 
આધાર ઓટીપી વડે કઈ રીતે વેરિફિકેશન કરવું
ઇ-વેરિફાઈ પેજ પર ‘આઈ વુડ લાઇક ટુ વેરિફાઇ યુઝિંગ ઓટીપી ઑન મોબાઇલ નંબર રજિસ્ટર્ડ વિધ આધાર’ ઑપ્શન પસંદ કરીને કન્ટીન્યુ બટન દબાવવું.
 
ત્યારબાદ 'આઈ એગ્રી ટુ વૅલિડેટ માય આધાર ડિટેલ્સ' પર ક્લિક કરીને આધાર ઓટીપી પેજ પર જાઓ અને ‘જનરેટ આધાર ઓટીપી’ પર ક્લિક કરો.
 
ત્યારબાદ તમારા ફૉન નંબર પર છ ડિજિટનો ઓટીપી આવશે, પછી વૅલિડેટ બટન દબાવવાનું રહેશે.
 
ત્યારબાદ 'સક્સેસ' નો મૅસેજ આવશે અને સ્ક્રીન પર એક ટ્રાન્ઝેક્શન આઈ-ડી દેખાશે. તમારે એ ટ્રાન્ઝેક્શન આઈ-ડી નોંધી રાખવો જોઈએ.
 
ઈ-ફાઇલિંગ પોર્ટલ સાથે જોડાયેલા તમારા મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈ-ડીમાં પણ કન્ફર્મેશન મૅસેજ મળશે કે તમારું ફાઇલ કરેલું રિટર્ન વેરિફાઈ થઈ ચૂક્યું છે.
 
 
નેટબૅન્કિંગ વડે ઈ-વેરિફિકેશન કઈ રીતે થઈ શકે?
ઈ-વેરિફાઈ પેજ પર ‘થ્રૂ નેટ બૅંકિંગ’ પર ક્લિક કરી આગળ જાઓ.
 
જે બૅન્ક વડે તમારે ઈ-વેરિફિકેશન કરવું છે એ બૅન્ક પસંદ કરો અને કન્ટીન્યુ આપો.
 
આપેલી સૂચનાઓને વાંચો અને ત્યારબાદ આગળ વધતાં તમને નેટબૅન્કિંગનું લૉગિન પેજ દેખાશે.
 
પછી તમારું યુઝર આઈ-ડી અને પાસવર્ડ ઍન્ટર કરી લૉગિન કરો.
 
ત્યારબાદ બૅન્કની વેબસાઇટ પર ઇ-ફાઇલિંગ માટેની લિંક દેખાશે.
 
આ લિંક ઑપન કરવાથી ઈ-ફાઇલિંગ માટેનું પોર્ટલ ખુલશે.
 
લૉગિન કર્યા બાદ ઈ-ફાઇલિંગ ડૅશબૉર્ડ દેખાશે અને ત્યાં તમે સુસંગત આઇટીઆર/ફૉર્મ/સર્વિસ જોવા મળશે. ત્યાં ઈ-વેરિફાઈ પર ક્લિક કરવાથી તમારું રિટર્ન વેરિફાઈ થઈ જશે.
 
સક્સેસ મૅસેજ પેજ પર ટ્રાન્ઝેક્શન આઈ-ડી જોવા મળશે. ત્યારબાદ કન્ફર્મેશન મૅસેજ જોવા મળશે કે તમે ફાઇલ કરેલું રિટર્ન વેરિફાઈ થઈ ગયું છે.
તમારા બૅન્ક એટીએમની મુલાકાત લો અને ત્યાં તમારું એટીએમ કાર્ડ સ્વાઇપ કરો.
 
પિન નંબર ઍન્ટર કરો
 
ત્યારબાદ ‘જનરેટ ઈવીસી ફૉર ઇન્કમ ટૅક્સ ફાઇલિંગ’ પર ક્લિક કરો
 
ત્યારબાદ ઈવીસી તમારા મોબાઇલ નંબર પર અને રજિસ્ટર્ડ મેઇલ આઈ-ડી પર આવશે.
 
ત્યારબાદ ફાઇલ કરવામાં આવેલા રિટર્નને ‘આઈ ઑલરેડી હૅવ એન ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન’ વિકલ્પને પસંદ કરીને આગળ વધી શકાશે.
 
ઈવીસી નંબર ઍન્ટર કરવાથી ટ્રાન્ઝેક્શન આઈ-ડી જોવા મળશે, જેને નોંધી લેવો.
 
ત્યારબાદ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર રિટર્ન વેરિફાઈ થઈ જશે.
 
ઇ-વેરિફાઈ પેજ પર ‘વાયા બૅન્ક એકાઉન્ટ’ ક્લિક કરીને આગળ વધો.
 
બૅન્ક અકાઉન્ટ સાથે લિન્ક કરેલા મોબાઇલ નંબર અને મેઇલ આઇ-ડીને ઍન્ટર કર્યા બાદ તેમાં ઈવીસી ઍન્ટર કરો.
 
ત્યારબાદ વેરિફાઈ બટન દબાવવાથી સક્સેસનો મૅસેજ મળશે અને ટ્રાન્ઝેક્શન આઈ-ડી પણ મળશે.
 
તે પછી તમારું રિટર્ન વેરિફાઈ થઈ ગયું છે કે નહીં એ તેનો મૅસેજ આવશે.
 
આ જ રીતે ડીમેટ અકાઉન્ટ મારફત વેરિફિકેશન કરવાનો ઑપ્શન પસંદ કકીને આગળ વધતાં જ ઈવીસી દાખલ કરવાનો ઑપ્શન આવશે ને ત્યારબાદ આગળ વધતાં જ એ જ પ્રક્રિયા અનુસરવાની હોય છે.
 
ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મારફત વેરિફિકેશન
તમે ફાઇલ કરેલું ઇન્કમ ટૅક્સ રિટર્ન ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મારફત ત્યારે જ વેરિફાઈ થઈ શકે કે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરતી વખતે ‘ઈ-વેરિફાય લેટર’ ઑપ્શન પસંદ કરેલો હોય.
 
જે લોકો તેમનું રિટર્ન તત્કાળ જ વેરિફાઈ થયેલું જોવા માગતા હોય તેમણે ડિજિટલ સિગ્નેચર વેરિફિકેશન ઑપ્શન પસંદ કરેલો હોય.
 
ઈ-વેરિફાઈના પેજ પર 'આઈ વુડ લાઇક ટુ વેરિફાય ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ' પર ક્લિક કરો અને આગળ વધો.
 
આઇડેન્ટિટિ વેરિફિકેશન પેજ પર ‘ક્લિક એનસાઇનર યુટિલિટી’ પર ક્લિક કરો.
 
જ્યારે તે ડાઉનલોડ થશે અને તેનું ઇન્સ્ટૉલેશન પૂર્ણ થઈ જાય ત્યારે, 'આઈ હૅવ ડાઉનલોડેડ ઍન્ડ ઇન્સ્ટૉલ્ડ એનસાઇનર યુટિલિટી' પસંદ કરો.
 
ડેટા સાઇન પેજ પર પ્રોવાઇડર અને સર્ટિફિકેટ સિલેક્ટ કરો તથા પ્રોવાઇડર પાસવર્ડ પસંદ કરો. ત્યારબાદ સાઇન પર ક્લિક કરો.
 
અન્ય પ્રક્રિયાઓની જેમ જ સક્સેસ મૅસેજ પેજ પર ટ્રાન્ઝેક્શન આઈ-ડી આવશે જેને નોંધી લેવો.
 
EVC શું છે?
ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કૉડ (ઈવીસી) એ દસ ડિજિટનો આલ્ફા-ન્યુમરિક કૉડ છે.
 
તેને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર વેરિફિકેશન પ્રોસેસ માટે મોકલવામાં આવે છે.
 
ઈવીસી જનરેટ થયા બાદ 72 કલાક સુધી વેલિડ રહે છે.
 
ઇ-વેરિફિકેશનમાં મોડું થાય તો શું પેનલ્ટી લાગે?
જો આપેલ ડેડલાઇનની અંદર વેરિફિકેશન ન કરવામાં આવે તો તમારું રિટર્ન ફાઇલ કરેલું ગણવામાં આવતું નથી.
 
ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ ન કરનાર વ્યક્તિને ઇન્કમ ટૅક્સ ઍક્ટ, 1961 પ્રમાણે કાયદાકીય પગલાંનો સામનો કરવો પડી શકે છે.
 
જોકે, તમે નિયત સમયગાળાની અંદર રિટર્ન વેરિફાઈ કેમ નથી કર્યું તે અંગે તમારે સ્પષ્ટતા કરવી પડે છે. જો તમે આપેલું કારણ વેલિડ ગણાય તો તમને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ વેરિફિકેશનનો વધુ એક ચાન્સ આપે છે.