બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : ગુરુવાર, 26 એપ્રિલ 2018 (15:26 IST)

વેકેશનમાં ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો ? તો જાણી લો ગુજરાતના રમણીય સ્થળો વિશે

વેકેશનની શરૂઆત થતા જ કોઈ બહાર ફરવા જવાનો પ્લાન કરે છે. ત્યારે ઘણાં લોકો ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતના રમણીય સ્થળ વિષે માહિતગાર નથી હોતા. ત્યારે આજે અમે તમને એવા ફરવા લાયક સ્થળોની માહિતી આપીશું કે અમુક સ્થળો વિષે તમને જાણકારી પણ નહી હોય. ગુજરાતમાં દેશનો સૌથી વિશાળ 1600 કિમીનો દરિયા કિનારો ધરાવે છે. સાથોસાથ પવિત્ર યાત્રાધામો, ડુંગર, રણ અને પહાડો પણ છે.

સાપુતારા :
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ અને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. સાપુતારા ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલું સ્થળ છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી ૩૦ ડીગ્રીની ઉપર નથી જતો. ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ સાપુતારા છે.સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. સાથે જ બોટિંગ પણ આહલાદક અનુભવ કરાવે છે.


આ ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો છે. સાપુતારાથી થોડે દુર “ગુજરાતનો નાયગ્રા” કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.



સોમનાથ

બાર જ્યોર્તિલિંગ પૈકીનું એક જ્યોર્તિલિંગ એટલે સોમનાથ. થ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે/. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની સાથે તોફાની દરિયો પણ છે. આ ઉપરાંત સોમનાથમાં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ પણ જોવા લાયક છે.

તારંગા
 
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં તારંગા આવેલું છે. તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે. સાથે જ અહી અહિં ઘણા જૈન મંદિરો આવેલા છે.જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે.અહિંની મુલાકાત પણ મનોહર છે.

ગીરનું જંગલ :
ગીર અભ્યારણ એટલે સાવજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ. એશિયામાં ફક્ત ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે. દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં લોકો ગીરમાં સિંહો જોવા ઉમટી પડે છે. ત્યારે ગુજરાતીઓ માટે તો સૌભાગ્યની તક કહેવાય. ગીરનું જંગલ પ્રાકૃતિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. ભવ્ય સંસ્કૃતિક ધરોહર ધરાવતા ગીરના જંગલ સાથે મહાભારતના પણ અમુક અંશો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ હોય તમે રોકી શકો છો. ગીરના એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે વિસાવદરમાં પણ રોકાઈ શકો છો.


દિવ

દીવ આમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે સરકારી રીતે દીવને ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે. દીવની ફરતે વિશાળ દરિયા કિનારા પાસે આવેલો નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત દીવનું આહ્લાદક વાતાવરણ દિલને ગાર્ડન કરી દે છે. સાથોસાથ ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે.


પાલિતાણા

આવેલ જૈનોનું એક પ્રમુખ તીર્થસ્થળમાં ભાવનગરમાં નજીકના પાલીતાણાનો સમાવેશ થાય છે. પાલીતાણાને “મંદિરોનું શહેર” પણ કહેવાય છે. આ જૈન મંદિરોમાં અદ્ભુત કોતરણી અને પવિત્રતાનો સંગમઆવેલો છે. અહી આહ્લાદક અનુભુતિ અને શાંતિનો અનુભવ થાય છે. અહી દેરાસર પાસે મુસ્લિમોની પવિત્ર દરગાહ આવેલી છે. પાલીતાણા નજીક હસ્તગીરી પણ ફરવાલાયક સ્થળ છે.

ગિરનાર


ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠત્તમ ઉંચાઇ એટલે જુનાગઢ.હવે ગીરનાર ગીરના જંગલોને લીધે જાણીતું છે. ગીરનાર ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનારના ધોધો, ઝરણાં અને અહી મળતી અનેક ઔષધિઓ. ગિરનારની ટોચ ઉપર ગુરૂદત્ત બિરાજમાન છે. તો ઉપરકોટનો કિલ્લો પણ તેની ભવ્યતા માટે આકર્ષક છે.

તુલસીશ્યામ



રમણીય વનરાઇઓમાં આવેલું અને કુદરતી સૌદર્યથી ભરપુર આનંદમય પ્રકૃતિ ધરાવનાર સ્થળ એટલે તુલીસુશ્યામ. અમદાવાદથી ધારી થઈને દુધાળા થઈને જઈ શકાય છે. તુલસીશ્યામની આસપાસ કોઇ ગામના હોય માત્ર અફાટ ગીરની વનરાજી પથરાયેલ છે રાત્રે 8 વાગ્યા પછી બહારથી તુલસીશ્યામ તરફ પ્રવેશ નથી મળતો તો રાત્રે તુલસીશ્યામથી બહાર રસ્તા પર વાહન રોકવાની પણ મનાઇ છે.

અહી ભગવાન વિષ્ણુ અને વૃંદા અર્થાત્ તુલસીના મહિમાનો સિતાર આપે છે તુલસીશ્યામ આ સ્થળે જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે.

ગીર કનકાઇ
તુલસીશ્યામથી ૨૨ કિ.મી.દુર ગીર કનકાઈ આવેલું છે. અહી કનકાઇ માતાજીનું મંદિર આવેલ છે. તો પ્રકૃતિ અહી પુરજોશમાં ખીલી છે અહી જવા માટે ચોમાસામાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે.અહી જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ ગીરના જંગલની મધ્યમાં હોવાથી સિંહોની મહત્તમ વસ્તી ત્યાં વસવાટ કરતી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.

માંડવી બીચ


કચ્છ જીલ્લામાં આવેલો માંડવીમાં દરિયાકિનારો આહલાદક છે. માંડવી બી વિદેશોના બીચ જેવો જ એક બીચ છે. તો દુર સુધી પાણી સ્ફટિકમય જોવા મળે છે. અહી કલાઓના નમુના પણ મળી જાય છે. કચ્છના ભરત-ગુંથણ ઇત્યાદિ કલાઓ જોવા અને જાણવા માટે પણ માંડવીની મુલાકાત અચુક લેવી જોઈએ.

ચોરવાડ બીચ


ગીરસોમનાથમાં આવેલું લોકપ્રિય બીચ એટલે ચોરવાડ.અહી ના દરિયાકિનારે હોલિ ડે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. સહેલાણીઓ દુર-દુરથી બીચની સુંદરતાથી આકર્ષાઈને ચોરવાડ ફરવા આવે છે. આ ઉપરાંતઅહી આવેલો નવાબનો પેલેસ પણ ખાસ જોવાલાયક છે.

પોલો ફોરેસ્ટ



પોલો ફોરેસ્ટ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે છે.આ જંગલની વચ્ચેથી હરણાવ નદી વહેતી હોય મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. અહી તમે બારેય મહિના આવી શકો છો. તો એક દિવસીય પીકનીક પણ મળી શકો છો.અહીં આવવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે ચોમાસુ ત્યારે પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે હાલમાં અહિયાં રોકાવા માટેની કોઈ સુવિધા ઉભી થઇ નથી.