શનિવાર, 18 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 માર્ચ 2018 (13:02 IST)

સાપ્તાહિક વેકેશનમાં ગુજરાતીઓએ આસપાસના સ્થળો સહિત રાજસ્થાન, ગોવાનું બુકિંગ કરાવ્યું

એક્ઝામ સિઝનની ગુજરાતીઓની વેકેશન માણવાની ઈચ્છા પર કોઈ અસર નથી થતી.  વીકએંડના ટ્રાવેલ બુકિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ટ્રાવેલ ઓપરેટર્સના જણાવ્યા પ્રમાણે, વીકએંડના ટ્રાવેલ બુકિંગમાં 35 ટકા વધારો થયો છે. લોકલ સ્થળો જેવા કે કુંભલગઢ, ઉદયપુર, સાપુતારા, આબુ તેમજ ઈંટરનેશનલ ડેસ્ટીનેશનના બુકિંગ પણ વધ્યા છે.

અમદાવાદના ટૂર ઓપરેટરે  જણાવ્યું કે, રાજસ્થાન પાસેના સ્થળો જેવા કે જોધપુર, જયપુર તેમજ ગુજરાતના દીવ-દમણ, સાસણગીર અને ગોવા જેવા સ્થળો ફરવા માટે લોકોની પહેલી પસંદ છે.વિદેશના સ્થળોમાં પણ ગુજરાતીઓ ફરવા જઈ રહ્યા છે.

આ લાંબા વીકએંડમાં પોસાય તેવા બેંગકોક, પટાયા અને દુબઈના ટૂર પેકેજ મળી રહ્યા છે, જેના કારણે વિદેશ ટૂરના બુકિંગ્સ પણ નોંધપાત્ર રીતે વધ્યા છે. ટ્રાવેલ કન્સલટંટના દાવા પ્રમાણે, આ લોંગ વીકએંડનો લાભ મોટા ભાગે કપલ્સ અને સીનિયર સિટીઝન ઉઠાવે છે, કારણકે ઉનાળા વેકેશનમાં તમામ સ્થળોએ ભીડ હોય છે. મોટાભાગના સરકારી કર્મચારીઓએ લાંબા વીકએંડમાં ફરવાનો પ્લાન બનાવ્યો છે.લાંબા વીકએંડની ટ્રીપ્સ હંમેશા કપલ્સ પસંદ કરે છે. ખાસ કરીને આ સમયે સીનિયર સિટીઝન અને ડબલ ઈનકમ નો કિડ્સ (DNK)કપલ્સ રૂટિન લાઈફમાંથી બ્રેક લેવા માટે ટ્રીપ પર જાય છે.