ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated :નવી દિલ્હી- , ગુરુવાર, 17 મે 2018 (15:08 IST)

ફક્ત 13500 રૂપિયામાં વિદેશ જવાની તક, આ એયરલાઈન્સે રજૂ કરી ખાસ ઑફર

અમેરિકાની Wow એયરલાઈનએ ભારતીય યાત્રિઓ માટે એકસારા સમાચાર આપ્યા છે. કંપની ભારતથી અમેરિકા જવા માટે માત્ર 13500 રૂપિયાની ટિકટ આપી રહી છે. તમને જણાવીએ કે કંપનીની આ ફલાઈટ આઈસલેંડની રાજધાની વાયા રેકજાવિકથી  પૂરી થશે અને 7 ડિસેમ્બરથી તેની શરૂઆત થશે. 
 
Wow ફ્લાઇટ 15 અમેરિકન શહેરો માટે ઉડ્ડયનનો વિકલ્પ હશે. આ ફ્લાઇટ ખાસ કરીને ઉત્તર અમેરિકાના શહેરો માટે રાખવામાં આવશે. તેમાં ન્યૂયોર્ક, લૉસ એંજલ્સ, સાન ફ્રાન્સિસ્કો અને શિકાગો જેવા શહરો શામેલ છે. તમને  જાણીને આશ્ચર્ય થશે કે થશે કે એયરલાઈનમાં ઈકોનોમી શ્રેણી એટલે Wowની બેસિક 50 હજારથી રૂ 60 હજાર સુધી મળનારી ટીકીટ હવે માત્ર 13,500 રૂપિયામાં મળશે. 
 
Wow એયરલાઈનના સીઈઓ  Skuli Mogensen અનુસાર ચેક બેગ અને મનપસંદ સીટ માટે અલગ ચૂકવવા પડશે. સાથે એવુ પણ કહેવામાં આવ્યુ છે કે  એક લેપટોપ બેગ જેવી  સામાનની સુવિધા પણ ઓફર કરે છે. તેમણે જણાવ્યું હતું કે અમે સ્માર્ટ ફ્લાયર્સને લક્ષ્યાંક બનાવી રહ્યા છીએ. અહી એ ઉલ્લેખનીય છે કે કંપની   બિઝનેસ ક્લાસ માટે રૂ. 46556માં, ટિકિટ આપશે.
 
વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હીના રિકજાવિકને એક અઠવાડિયામાં  પાંચ ફ્લાઇટ્સ મળશે. તે શક્ય તેટલી વહેલી તકે દરરોજ શરૂ થવાની ધારણા છે. Wow એર ભારતમાં A-30 વિમાન સેવા આપે છે. તેમાં શિકાગો, ટોરોન્ટો, લંડન અને પેરિસ જેવા સ્થળોનો સમાવેશ થાય છે.