શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|

ગુજરાતની કલાત્મક વસ્તુઓ

P.R

ગુજરાત રાજ્ય પર્યટકો માટે સદાય પ્રિય રહ્યુ છે. એમાંય ખાસ કરીને અહીના પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો જોઇ આગતુંક ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત ગુજરાતની શૈલી, તેનું જમણ, અને અવનવી હસ્તકલાઓ પણ આકર્ષે છે.

ગુજરાતમાં બહારના પર્યટકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર તેની વિવિધ હાથની બનાવટો અને કલાત્મક વસ્તુઓ પણ છે. ગુજરાતમાં દરેક પ્રદેશમાં જુદી જુદી હાથથી બનાવેલી કલાત્મક વસ્તુઓ પણ મળી આવે છે. ગુજરાતમાં જેમ બાર ગાઉએ બોલી બદલાય છે તેમ ત્યાંની શૈલી અને કલાત્મક વસ્તુઓમાં પણ થોડોક ફેરફાર જોવા મળે છે. તો આવો જાણીએ ગુજરાતની કલાત્મક ચીજવસ્તુઓ વિશે-
P.R

ચામડાની બેગ- આ બેગને પરંપરાગત રીતે મોચી ભરત કહેવાય છે જેમાં વેલપટ્ટી, લેપ લહેરિયા, પ્રાણીઓ અને પક્ષીઓની દોરી વડે ભરેલી આકૃતિઓ હોય છે.

અવનવી મોજડી- જુદા જુદા રંગ દ્વારા ભરતકામ કરેલી મોજડી પણ ખુબ જ વખણાય છે.

ઝવેરાત- ખંભાતની અંદર પત્થર કાપીને મોતી બનાવીને તેની જ્વેલરી બનાવવામાં આવે છે. આની કિંમત 15 રૂપિયાથી લઈને 3000 સુધીની હોય છે.
P.R

પિત્તલના કૂંડા- સફેદ ધાતુ એટલે કે તાંબા અને પિત્તળ પર કોતરણી કરીને સુંદર કૂંડા અને ફ્લાવર પોટ બનાવવામાં આવે છે.

ઘરેણાં બોક્ષ- પિત્તળનો ઢોળ ચડાવેલી બંગડી મુકવાના બોક્સ, સફેદ મેટલ અને પિત્તળના પતરાં જડીને લાકડાની ઘરેણાની પેટી બનાવવામાં આવે છે.

ભરતકામ કરીને બનાવેલી ફાઈલો- ફેબ્રિક કાપડ પર સુંદર રંગબેરંગી દોરા, મોતી, તેમજ અન્ય ચીજવસ્તુઓ દ્વારા ફાઈલો, ફોલ્ડર તેમજ ટેલીફોનની ડાયરીઓ બનાવવામાં આવે છે.
P.R

ચાંદીના ઘરેણાં- આની માંગ અમદાવાદ અને રાજકોટમાં વધારે પડતી હોવાથી ત્યાં સુંદર અને અવનવી ડિઝાઈનમાં ચાંદીના ઘરેણાં જોવા મળે છે.

તોરણ- મુખ્ય દરવાજા પર લટકાવવાના તાં તોરણો, બે ત્રણ કિડિયાને એકસાથે એકસાથે પરોપી તેને ફીટ કરીને દોરાથી શણગારીને જુદી જુદી ડિઝાઈન બનાવાવામાં આવે છે. આને ખાસ કરીને મુખ્ય દરાવાજા પર લગાવવામાં આવે છે. આ કામમાં આદિવાસી લોકો નિપુણ છે. ગુજરાતનું મોતીકામ ખુબ જ વખણાય છે.

કઠપુતળીઓ- સૌરાષ્ટ્રમાં જેમ ટેરકોટાના રમકડા વખણાય છે તેમ અમદાવાદમાં ભરતકામ કરેલ અને ઝરીવાળા વસ્ત્રો પહેરાવેલ કઠપુતળીઓની કારીગરી ખુબ જ વખણાય છે.
P.R

સજાવટની વસ્તુઓ- સજાવટની વસ્તુઓમાં ખાસ કરીને ઓશિકા અને ચાદર પર વિવિધ દોરાઓ, મોતી તેમજ કાચ વડે સુંદર કામ કરવામાં આવે છે. આ સિવાય ટેબલ ક્લોથ, સોફા કવર વગેરે બનાવવામાં આવે છે.

કચ્છમાં બનાતમાંથી પણ વિવિધ કલાત્મક વસ્તુઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત નમદાસ જડેલું અને ઘુરી ગુંથેલું કામ ખુબ જ વખણાય છે. કચ્છનો પરંપગત ગાલીચો જેને ઉંટ અને ઘેટાના વાળમાંથી બનાવવામાં આવે છે તે પણ ખુબ જ વખણાય છે.