અર્જુન મોઢવાડિયાની હ્રદયની વાત

નરેન્દ્ર મોદી જૂઠ્ઠાણાના પાયા પર શાસન કરે છે - અર્જુન

PRP.R

પોરબંદર વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટાયેલા કોગ્રેસના અર્જુન મોઢવાડિયા વિધાનસભામાં સરકારની નીતિઓ સામે આંકડાકીય માહિતી સાથે વિરોધ કરનાર વિપક્ષના નેતા છે. નરેન્દ્ર મોદીની સરકારની નીતિ-રીતિઓ સામે જાગૃત વિપક્ષી નેતા તરીકે ગુજરાતની પ્રજાના વિકાસ સાથે સંકળાયેલા પ્રશ્નોને તર્કબધ્ધ દલીલ અને યોગ્ય અભ્યાસ કરીને પ્રશ્નો રજૂ કરતાં અજ્રુન મોઢવાડિયા ગુજરાતની પ્રજામાં હંમેશા મહત્વનું સ્થાન ધરાવે છે. વિધાનસભામાં તેમના દ્વારા ઉઠાવેલા પ્રશ્નોની ચર્ચા ગુજરાતનો સામાન્ય માણસ ચૌરે- ચોટે કરતો જોવા મળે છે. જાગૃત વિરોધ પક્ષના નેતા તરીકેની તેમની છબીને વિરોધીઓ માનથી સ્વીકારે છે.


અહીં અમે રજૂ કરી રહ્યા છે તેમની એક મુલાકાત દરમિયાન તેમને પૂછાયેલા કેટલાંક પ્રશ્નો, અને તેમણે બેધડક રીતે આપેલા ઉત્તરો -

પ્રશ્ન.1 - વિરોધ પક્ષના નેતા તરીકે વર્તમાન સરકારના દાવા, વાયદા અને પોકળતા વિશે તમે શુ માનો છો ?

ઉત્તર - સમગ્ર ભારતમાં ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી જ એવા છે જે જુઠ્ઠાણાના પાયા પર શાસન ચલાવે છે. સામાન્ય રીતે રાજકીય પક્ષો માટે કદી એવું બને છે કે સાચા દાવાઓ તેઓ ન કરે, તો ક્યારેક અર્ધ સત્ય પણ બોલતા હોય છે. પરંતુ રાજ્યના મુખ્ય મંત્રી અને રાજ્ય સરકાર પોતે જ જૂઠ્ઠૂ બોલે ત્યારે મને લાગે છે કે આખી લોકશાહી ભયમાં આવી ગઈ હોય એવું દેખાય. એનું એક તાજુ જ ઉદાહરન લઈએ તો એક તરફ તો હાલની સરકાર એ વાતની સ્વીકૃતિ આપે છે કે કેન્દ્ર સરકાર તરફથી જવાહરલાલ નહેરુ અર્બન ડેનિયુલ મિશનમાં કુલ જે પ્રોજેક્ટ આખા દેશમાં મંજૂર થયા છે એના 70% પ્રોજેક્ટ માત્ર ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને મળેલા. એના પ્રોજેક્ટનું ખાતમુર્હુત 'બસ રેપિડ માસ ટ્રાંસપોર્ટ સિસ્ટમ' અમદાવાદમાં બની રહ્યો છે. જે 450 કરોડ રૂપિયાના એના પ્રોજેક્ટનું ખાત મુર્હુત અડવાણીના હાથે કરવામાં આવ્યુ, જેને સ્પોંસર્ર કર્યો કેન્દ્ર સરકારે અને મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે અમને ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે. સુરતના પૂર વખતે 800 કરોડ રૂપિયા આપ્યા. એ વાતને રેકોર્ડ પર સ્વીકાર કરવાનો અને એમાંથી ત્રીજા ભાગના પૈસા પણ 200 કરોડ રૂપિયાનો ખર્ચ પણ આજે કર્યો નથી. પહેલા પણ ખેડા અને આણંદમા જે પૂર આવ્યું હતુ ત્યારે 500 કરોડમાંથી 287 કરોડ જ વાપર્યા, 213 કરોડ વાપરી શકાયા નહી. તે સિવાય બીજા અઢળક પ્રોજેક્ટો આપ્યા. માત્ર બે વર્ષમા યુપીએના શાસનની અંદર 40,000 કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ ગુજરાતની અંદર આવ્યા. છતાં એમ કહેવું છે કે કેન્દ્ર સરકાર અમને અન્યાય કરે છે. નર્મદા યોજનામાં `12 હજાર કરોડમાંથી સાડા ચાર હજાર કરોડ કેન્દ્ર સરકારે ગ્રાંટ આપી છે. એમાં લોન આપી જ નથી. છતાં મોદી એમ કહે છે કે 'અમને નર્મદા યોજનામાં લોન આપી છે તેના વ્યાજ જેટલા પૈસા આપે તો અમે આદિવાસીઓમાં વાપરીશું.

આવા જૂઠ્ઠાણાં ચલાવવાનો અને એની સામે વિકાસના નામે મીંડુ. મોદીએ શાસન સંભાળ્યુ ત્યારે 48 હજાર કરોડ રૂપિયાનુ કરજ હતું. અને ચાર વર્ષમાં 85 હજાર કરોડનું કરજ થઈ ગયુ. અને દેવું ચૂકવવાની તો વાત જ નથી કરતો. માત્ર વ્યાજ ભરવાની અંદર જ દર વર્ષે ગુજરાત 7800 કરોડ રૂપિયાની જોગવાઈ બજેટ માટે કરવી પડે છે. આ દુ:ખદ સ્થિતિ ગુજરાત માટે છે.

પ્રશ્ન.2 - મોદી સરકારે સફળતા મેળવી હોય એવી કઈ બાબતો છે તમારી દ્રષ્ટિએ ?

ઉત્તર - જૂઠ્ઠાણું ચલાવવું એ એમની સૌથી મોટી સિધ્ધિ છે. હું તમને એક જ દાખલો આપીશ. એમણે એમ કહ્યુ કે 'આઈટીની' અંદર અમે બધાથે આગળ છીએ એક થી દસ રાજ્યોમાં આઈટીમાં આપણો નંબર નથી અને છેલ્લું વર્ષ ચૂંટણીનું આવ્યું એટલે તેમને બિલ્ડરોને બોલાવીને એમની સાથે એમઓયુ કર્યા. 10,000 રૂ.ની જમીન 500 રૂ. વારથી આપીને બિલ્ડરોને 1000 કરોડનો સીધો ફાયદો કરાવી આપ્યો. બિલ્ડરો આઈટી નથી વિકસાવી શકવાના. એ તો આઈટીના નિષ્ણાતો જેવા કે માઈક્રોસોફ્ટ, વીપ્રો, ઈનટેલ કે ઈંફોસીસ છે . આ કંપનીયો સાથે એમઓયુ કર્યા હોત તો આપણે માનત કે એ લોકો આઈટી લઈ આવવાના છે.

પ્રશ્ન.3 - રાહુલ ગાંધીના બાબરી મસ્જિદ વિશેના નિવેદનને આપ સમર્થન કરો છો કે વિરોધ ?

ઉત્તર - સમર્થન કરવાનો સવાલ જ નથી. કોગ્રેસની હંમેશા નીતિ રહી છે કે ધર્મસ્થાનોને તોડવાથી દેશનો વિકાસ થઈ જતો નથી. લોકોએ સાથે બેસીને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. અને એવું ન થાય તો કોર્ટ દ્વારા નિર્ણય લઈ શકાય એટલે રાહુલ ગાંધીએ એ જ વાત કરી છે જે ભૂતકાળમાં અમારા લોકો કરતાં આવ્યા છે. એટલે અમારા સમર્થનનો સવાલ જ નથી. રાહુલે એ જ વાત કરી છે જે કોગ્રેસની નીતિ છે.

પ્રશ્ન.4 - આઉટલૂકના સર્વે પ્રમાણે 79% લોકો રાજકારણીઓને ધિક્કારે છે એક રાજકારણી વિશે તમે શું માનો છો ?

ઉત્તર - સમાજમાંથી જ રાજનીતિજ્ઞો આવે છે. પણ રાજનીતિ બાબતે ખૂબ જ ખુલ્લા અભિપ્રાયો વ્યક્ત થાય છે. અને જે લોકો પાછલા બારણેથી રાજનીતિ કરે છે તેવા લોકોએ રાજકારણને બદનામ કર્યુ છે. દા. ત. રાષ્ટ્રીયસ્વંય સેવક સંધ રાજનીતિની અંદર પોતાના કઠપૂતળી લોકો આવે એટલા માટે ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી છતાં પોતાની જાતને એવું ગણાવે છે કે અમે રાજનીતિમાં નથી એટલે આવી સંસ્થાઓ અપ્રચાર કરે છે. રાજનીતિની અંદર ગાંધીજીથી લઈને સોનિયા ગાંધી સુધીના તમામ લોકો રાજકારણમાં આવ્યાં છે. આખા દેશની વ્યવસ્થામાં સૌથી અસરકારક પરિબળ રાજનીતિ છે. સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ એવુ હું માનુ છુ.

પ્રશ્ન.5 - ગુજરાતમાં કોગ્રેસ અલગ અલગ જૂથોમાં વહેંચાયેલી છે , એ અંગે તમારું શુ માનવું છે ?

ઉત્તર - ગુજરાતમાં કોગ્રેસનું ભૂતકાળ કરતાં સારૂ આજે સંકલન છે. યુવા નેતાગીરી છે. બધા સાથે બેસીને નિર્ણયો લે છે. અને સૌએ એ વાત સ્વીકારેલી છે કે કોગ્રેસને આ વખતે વિજય અપાવવાનો છે.

એજન્સી|
(અમદાવાદ - ધર્મેન્દ્ર વ્યાસના સહયોગ થી)


આ પણ વાંચો :