આજે કચ્છમાં મતદાન ધીમું

રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતમાં મતદાનમાં હવે ઝડપ આવી

વાર્તા| Last Modified સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:48 IST)

અમદાવાદ.(વાર્તા) ગુજરાત વિધાનસભાના પહેલા ચરણના મતદાનમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં બપોર પછી ઝડપ આવી છે. વિવિધ વિસ્તારોમાં મતદાતાઓના સમૂહને મતદાન કેન્દ્ર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છની 58 અને સૂરતની 29 સીટોમાંથી ક્યાંકથી પણ અત્યાર સુધી કોઈ અપ્રિય ઘટના થવાની સૂચના મળી નથી. અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કરી ચુકેલા લોકો વિશે વધુ કોઈ જાણકારી મળી નથી શકી.

કચ્છમાં સવારે મતદાનની ગતિ ધીમી રહી ત્યાં જ સૂરત અને સૌરાષ્ટ્રમાં મતદાતાઓને મતદાન કેન્દ્રો પર લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા. સમય વીતવાની સાથે સાથે મતદાનમાં ઝડપ આવવાની શક્યતા છે.
રાજકોટ દ્વિતીય તરફથી ચૂંટણી લડી રહેલા ગુજરાતના નાણાં મંત્રી વજુભાઈ વાલાએ સૌ પહેલા મતદાન કર્યુ. સૌરાષ્ટ્રમાં ઘરડાંઓને પણ મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા. મોરબીમાં એક મતદાન કેન્દ્ર પર આવેલી શાંતિબેને જણાવ્યુ કે તે સવારે જ મતદાન કરવા આવી ગઈ જેથી કરીને દિવસના પોતાના કામ પતાવી શકે.

પહેલા ચરણના મતદાનના પરિણામ ભારતીય જનતા પાર્ટી ભાજપા ને માટે મહત્વની સાબિત થશે. કારણકે અહીં ભાજપને ધણા વિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીના ઘણા બગાવતી ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.


આ પણ વાંચો :