ગુજરાતમાં થશે જોરદાર ટક્કર

મુખ્યમંત્રી પદ માટે મોદી પહેલી પસંદ

PTI
દિલ્લી (ભાષા) એક અંગ્રેજી સમાચાર પત્રિકામાં ચુનાવ પહેલાં જનમત સર્વેક્ષણ મુજબ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તારુઢ ભાજપા અને વિપક્ષી કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.

અંગ્રેજી પત્રિકા 'ધ વીક' તરફથી સી-વોટર ના તરફથી કરવામાં આવેલા એક જનમત સર્વેક્ષણ મુજબ ભાજપાને 91 થી 107 સીટો મળવાની આશા છે. જ્યારે કે કોંગ્રેસને ભાગે 71 થી 87 સીટો જવાની આશા છે. અન્ય પાર્ટીના ભાગે એક થી છ સીટો જવાની શક્યતા છે.

આ જનમત સર્વેક્ષણ મુજબ 182 સભ્યોની વિધાનસભામાં ભાજપા અને કોંગ્રેસની વચ્ચે હાલ અંતર ફક્ત 20 સીટોનું છે.

PTI
સર્વેક્ષણમાં એ અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો 45 ટકા મતદાતા પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે તો ભાજપા અને કોંગ્રેસ બંનેને 83 થી 99ની વચ્ચે સપ્રમાણ સીટો મળી શકે છે.

સર્વેક્ષણ મુજબ મતાધિકારનો ઉપયોગ કરવાવાળા મતદાતાઓની સંખ્યામાં વધારો થવાનો ફાયદો ભાજપાને મળશે, જેના ચૂંટણીના પ્રચારની કમાન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતે સંભાળી રહ્યા છે.

અંગ્રેજી દૈનિકના સર્વેક્ષણ રિપોર્ટનું કહેવું છે કે જો 50 ટકા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો ભાજપાના ભાગે 91 થી 107 સીટો આવશે. અને વિપક્ષી કોંગ્રેસને 71 થી 87 સીટોથી સંતોષ કરવો પડશે.

સર્વેક્ષણના ક્રમમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ તથા સૌરાષ્ટ્રના 40 વિધાનસભા ક્ષેત્રોના 800થી વધુ મતદાન કેન્દ્રોના 7492 લોકો પાસે તેમના મંતવ્યો જાણ્યા. જેમાં જાણવા મળ્યુ કે સત્તારુઢ ભાજપાને સૌથી વધુ નુકશાન સૌરાષ્ટ્રમાં થવાનું છે, જે ભાજપાના અસંતુષ્ટ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગઢ છે.

ભાષા|
PIB
રિપોર્ટ મુજબ સર્વેક્ષણમાં ભાગ લેનારા 51 ટકા લોકોનું માનવુ છે કે મોદી એક યોગ્ય મુખ્યમંત્રી હશે, જ્યારે કે 31 ટકા લોકોને શંકરસિંહ વાઘેલાને આ પદ માટે યોગ્ય ઠેરવ્યાં છે. પટેલ ફક્ત પાંચ ટકા લોકોની પસંદ છે. જ્યારે કે 3 ટકા લોકો એ ભરતસિંહ સોલંકીને પસંદ કર્યા.


આ પણ વાંચો :