ભાજપની 83 ઉમે.ની બીજી યાદી જાહેર

બીજી યાદીમાં 26 ઉમેદવારોને કાપ્યા

W.DW.D

અમદાવાદ (એજંસી) ગુજરાત વિધાનસભાની બીજા તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ 95 બેઠકો પૈકી 83 બેઠકો માટેના ઉમેદવારોની ગઇકાલ શુક્રવારે યાદી જાહેર કરી હતી. ભાજપે આ યાદીમાં વર્તમાન 67 ધારાસભ્યો માંથી 22 ધારાસભ્યોને પડતાં મૂક્યા છે. જ્યારે 45 ધારાસભ્યોને ફરી રજુ(રિપીટ) કર્યા છે.

જેમને ટિકિટ નથી મળી તેવા ધારાસભ્યોમાં ગોરધન ઝડફિયા(રખિયાલ) અને રમીલાબેન દેસાઇ (ખેરાલુ)નો સમાવેશ થાય છે. આ બંને ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા છે. આ ઉપરાંત ઉપેન્દ્રસિંહ ગોહિલને સાવલીને બદલે વડોદરા ગ્રામ્ય બેઠક પરથી ટિકિટ અપાઇ છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના 14 પ્રધાનોમાંથી 13 પ્રધાનોને રિપીટ કરાયા છે. જ્યારે રાજ્યકક્ષાના પાણીપુરવઠા પ્રધાન હરજીવન પટેલને પડતા મૂકાયા છે. હરજીવન પટેલની બેઠક ધાનેરામાંથી નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ ગણાતા નવસારીના મફતભાઈ પુરોહિતને ટિકિટ અપાઇ છે.

મોદી પ્રધાનમંડળના એકમાત્ર પ્રધાન સી. ડી. પટેલ (પેટલાદ) અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી તે જોતા સી.ડી.પટેલનું પણ નામ કપાઇ જાય તેવી શક્યતા છે. ભાજપ અગાઉ જ મણિનગરમાંથી નરેન્દ્ર મોદીને ઉતારવાની જાહેરાત કરી ચૂક્યો છે તે જોતા હવે માત્ર 11 બેઠકોના ઉમેદવારની જાહેરાત બાકી રહી છે. ભાજપે આજે જાહેર કરેલી યાદીમાં વિપુલ ચૌધરીને ભિલોડાથી, રખિયાલમાંથી ભાજપના અસંતુષ્ટ ગોરધન ઝડફિયાને સ્થાને વલ્લભભાઈ પટેલને અને કેશુભાઇ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા જયનારાયણ વ્યાસને સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે.

ભાજપની યાદીમાં જેમને ટિકિટ નહીં જ મળે એવું નિશ્ચિત મનાતુ હતું એવા ભરત પંડયા (ધંધુકા) અને ડો. માયાબેન કોડનાની (નરોડા)ને પણ રિપીટ કરવામાં આવ્યા છે. એલિસબ્રિજ બેઠક પરથી રાકેશ શાહને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર થનારી બીજી યાદીમાં વધુ ચાર ધારાસભ્યોની ટિકિટ કપાશે એમ ભાજપના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, ગુજરાતની આગામી ચૂંટણીમાં તાજગી અને નાવીન્ય પૂર્ણ રીતે ભાજપ પ્રચાર જંગની શરૂઆત કરશે. ભાજપની યાદીમાં ગોધરાના વિવાદાસ્પદ ઉમેદવાર હરેશ ભટ્ટને ટિકિટ મળવાની શકયતા નહિવત્ છે.

અન્ય ન જાહેર કરાયેલી બેઠકોમાં માણસા, બાલાસિનોર, અસારવા, ગાંધીનગર, દિયોદર, કઠલાલ, ચકલાસી, માતર, પેટલાદ, મહુધાનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં ભાજપે સાબરમતીની બેઠક પર ડો. જીતુ પટેલને પડતાં મૂકી તેમના સ્થાને ગીતાબહેન યોગેશભાઈ પટેલને ટિકિટ આપી છે.

કયા-કયા ધારાસભ્યો કપાયા છે -

એલિસબ્રિજ-ભાવિન શેઠ
રખિયાલ-ગોરધન ઝડફિયા
ખેરાલુ-રમીલાબેન દેસાઇ
જોટાણા -ઇશ્વર મકવાણા
વિસનગર-પ્રહલાદ પટેલ
કલોલ-અતુલ પટેલ
ધાનેરા-હરજીવન પટેલ
પાલનપુર-કાન્તી કચોરીયા
આણંદ-દિલીપ પટેલ
છોટા ઉદેપુર-શંકર રાઠવા
જેતપુર-પાવી-વેચાત બારિયા
નસવાડી-કે. ટી. ભીલ
સંખેડા-કાંતિ તડવી
ડભોઇ-ચંદ્રકાંત પટેલ
વડોદરા ગ્રામ્ય-દિલુભા ચુડાસમા
પાદરા-પુનમ પરમાર
સાબરમતી-ડો. જીતુ પટેલ
હિંમતનગર-રણજીતસિંહ ચાવડા
પ્રાંતિજ-દિપસિંહ રાઠોડ
દાહોદ-તેરસિંહ ડામોર
દેવગઢ બારિયા-બચુભાઈ ભાભર
વેબ દુનિયા|
સંતરામપુર-પ્રબોધકાંત પંડયા


આ પણ વાંચો :