1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|

ભાજપનું સૂત્ર ‘જીતેગા ગુજરાત’

કોંગ્રેસનું સૂત્ર ‘ચક દે ગુજરાત’

અમદાવાદ (એજંસી) વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં મુખ્ય બે સ્પર્ધક પક્ષોએ ચોંટદાર સૂત્રો પસંદ કર્યા છે. કોંગ્રેસે ચક દે ઇન્ડિયા ફિલ્મના નામને અનુરૂપ ‘ચક દે ગુજરાત’ સૂત્ર સાથે તેનો પ્રચાર શરૂ કર્યો છે. જયારે ભાજપે પણ અગાઉ ચક દે ગુજરાત થીમ અપનાવવાની હિલચાલ કરી હતી, પરંતુ કોંગ્રેસે તેને વીજળી વેગે પકડી લઈને સૂત્ર વહેતું મૂકી દેતાં ભાજપે હવે સમગ્ર ચૂંટણીને ભાજપની નહીં પરંતુ ગુજરાત સાથે જોડી દઈને ‘જીતેગા ગુજરાત’ સૂત્ર વહેતું મૂક્યું છે.

પક્ષના ટોચનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ભાજપે ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીને પક્ષના બદલે ગુજરાત સાથે જોડીને મતદારોને ભાવનાત્મક રીતે સાંકળવાનો પ્રયાસ કર્યો છે. ભાજપની વિચારણિક પેટી દ્વારા આ સૂત્ર તૈયાર કરાયું છે અને તેના આધારે હવે તેનો ચૂંટણીપ્રચાર શરૂ થઇ ગયો છે.

આ જ મુદ્દો તેણે તેના ચૂંટણી ઢંઢેરામાં સમાવવાનું નક્કી કર્યું છે. ગુજરાત 2008થી 2013 દરમિયાન કેવું હશે તેની બ્લૂ પ્રિન્ટ ભાજપ તેના ઢંઢેરામાં જાહેર કરશે.

અંત્રે ઉલ્લેખનિય છે કે, આ વખતની ચૂંટણીના ઢંઢેરા સમિતિના ચેરમેન વજુભાઈ વાળાના અઘ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઢંઢેરામાં વાસ્તવિક અને લોકોને સ્પર્શતા મુદ્દાઓને સમાવવામાં આવે તેવી શકયતા રજુ થઇ હતી.