મોદીને સુપ્રિમ કોર્ટ નોટીસ ફટકારી

મુખ્યમંત્રી મોદીએ સોહરાબુદ્દીન અંગે ખૂલાસો પૂછવામાં આવ્યો

W.DW.D

નવી દિલ્હી (ભાષા) સોહરાબુદ્દીનના નકલી એન્કાઉન્ટરને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ્ય ઠેરવતા મચી ગયેલા હોબાળાને કારણે મોદી સામે બે અપીલો સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી હાથ ધરતા સુપ્રિમ કોર્ટે આજે નરેન્દ્ર માદીને નોટીસ ફટકારી છે. સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરની કાર્યવાહીને યોગ્ય ઠેરવનારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કથિત વિધાનને લઈને તેમને આ કેસમાં સહ આરોપી બનાવાની અપીલ કરતી દાખલ કરવામા આવેલી વિભિન્ન અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઈ ગઈ છે.

સુનાવણી આપતી વખતે એડિશનલ સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રહમણીયમે જણાવ્યું હતું કે,"મુખ્યમંત્રી મોદીએ સોહરાબુદ્દીન અંગે કરેલા વિધાન બદલ તે કાયદા સામે જવાબદાર ઠરે છે, તેમને આ વિધાન બદલ ખૂલાસો પણ પૂછવામાં આવ્યો છે."

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "કોઈ પણ વ્યક્તિ પોલીસ તપાસ હેઠળની બાબતો પર પોતાની ટિપ્પણી રજૂ કરી શકે નહી. ઉપરાંત કેસની તપાસ સી.બી.આઈને સોપવી કે નહીં તે બાબતનો નિર્ણય કરવાનો અધિકાર કોર્ટને છે."

ભાષા|
આ કેસમાં ન્યાયાલયના સહાયક વકીલ તરીકે કામ કરી રહેલા અતિરિક્ત સોલિસિટર જનરલ (એએસજી) ગોપાલ સુબ્રમણ્યમ તથા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સોહરાબુદ્દીનના ભાઈ રૂબાબુદ્દીન તરફથી પેરવી કરીને કથિત નિવેદન પર મોદીનું સ્પષ્ટીકરણ માંગવા માટે તેમને નોટીસ જારી કરવા પર દબાણ કર્યું હતું.


આ પણ વાંચો :